Recipe: બાળકો માટે નાસ્તામાં બનાવો પાપડ કોન, 10 મિનિટમાં થઈ જશે તૈયાર

અમે જે રેસિપીની વાત કરી રહ્યા છીએ તે છે પાપડ કોન. તમે પાપડ કોનને માત્ર દસ મિનિટમાં બનાવી શકો. તો ચાલો જાણીએ કેવી રીતે તૈયાર થશે પાપડ કોન.

By: Hariom SharmaEdited By: Hariom Sharma Publish Date: Wed 20 Dec 2023 04:00 AM (IST)Updated: Wed 20 Dec 2023 04:00 AM (IST)
recipe-make-papad-cones-for-breakfast-for-kids-ready-in-10-minutes-252059

Recipe: બાળકોને આખો દિવસ કંઈકને કંઈક નવું અને સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં તમે તેમને અનહેલ્ધી અથવા બહારનો ખોરાક તો બિલકુલ પણ ન આપો. આજે અમે તમને એક એવી રેસિપી જણાવીશું, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. સાથે જ તે ઝડપથી તૈયાર પણ થઈ જશે. અમે જે રેસિપીની વાત કરી રહ્યા છીએ તે છે પાપડ કોન. તમે પાપડ કોનને માત્ર દસ મિનિટમાં બનાવી શકો. તો ચાલો જાણીએ કેવી રીતે તૈયાર થશે પાપડ કોન.

પાપડ કોન બનાવવા માટેની સામગ્રી
પાપડ 2થી 3, ડુંગળી 2, કોથમીર બારીક સમારેલી, ચાટ મસાલો 1 ચમચી, આલૂ ભુજીયા 1/2 કપ, ટામેટાં 2, મીઠું સ્વાદ મુજબ, સ્વીટ કોર્ન 1/2 કપ, બાફેલા બટેટા 1, કાકડી.

પાપડ કોન બનાવવાની રીત
સૌથી પહેલા ડુંગળીની છાલ કાઢીને તેના નાના-નાના ટુકડા કરી લો. સાથે જ ટામેટા અને કાકડીને પણ ઝીણી સમારીને રાખી લો. મકાઈને ઉકાળીને પાણી ગાળી લો. કોથમીર તેમાં મિક્સ કરી લો.

એક બાઉલમાં સમારેલી ડુંગળીની સાથે સમારેલી કાકડી અને ટામેટા મિક્સ કરો. કોથમીર પણ તેમાં જ નાખી દો. સાથે મકાઈને પાણીમાંથી ગાળીને મિક્સ કરો. લીલી મરચા બાળકોના સ્વાદ પ્રમાણે નાખો. બાફેલા બટાકાને ખૂબ જ નાના ટુકડા કરીને તેમાં મિક્સ કરી દો. સાથે જ આલુ ભુજીયા પણ મિક્સ કરી લો.

હવે આ બધા શાકભાજીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરી દો. તમામ સામગ્રીને બરાબર મિક્સ કરીને બાજુ પર રાખી દો. કડાઈમાં તેલ ગરમ કરો. હવે તેલમાં મસાલા પાપડને બે ભાગ કરીને તળી લો. જ્યારે આ પાપડ ગરમ અને નરમ હોય, ત્યારે તેને કોનનો આકાર આપીને રાખી લો. પાપડને કોનનો આકાર આપવા માટે કડાઈમાંથી પાપડને કાઢતા જ તેને ફોલ્ડ કરો. જો તમે મોટો કોન બનાવવા માંગો છો તો પાપડના બે ભાગ ન કરો.

હવે આ બધા કોનમાં શાકભાજીના મસાલેદાર મિશ્રણને ભરી દો. ઉપરથી તમે ઈચ્છો તો થોડું કેચઅપ પણ લગાવીને ગાર્નિશ કરી શકો છો. તો બસ તૈયાર છે તમારો મસાલેદાર પાપડ કોન. તમે તેને સાંજના નાસ્તામાં સર્વ કરી શકો છો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.