Vadodara News: 500 વર્ષોથી જેની આતુરતાથી દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા હવે તે આતુરતાનો અંત આવ્યો છે. રામ જન્મભૂમિ અયોધ્યા પર બનેલા ભવ્ય રામ મંદિરનું લોકાર્પણ અને મંદિરની અંદર ભવ્ય રામ લલ્લાની મૂર્તિની પૂર્ણ પ્રાણ પ્રતીક્ષા થઇ ગઈ છે. ત્યારે વડોદરા શહેર સહીત જિલ્લામાં અનેરો ઉતસાહ સાથે ઠેર-ઠેર રામજીની શોભા યાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાદરા તાલુકાના ભોજ ગામે નીકળેલ શ્રીરામજીની શોભા યાત્રા દરમિયાન શોભાયાત્રા પર પથ્થરમારો મારો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના પગલે પોલીસે કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
અયોધ્યા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના કપાટ ખોલી રામલલ્લાના દર્શનની શરુઆત કરાવી હતી. ત્યારે આજે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ભોજ ગામે નીકળેલ રામજીની શોભા યાત્રામાં બબાલ થતા બે જૂથ સામસામે આવી જતા ભોજ ગામે કોમી છમકલું થયું હતું અને પથ્થર મારો થતા નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં 2 મહિલાઓને નાની મોટી ઇર્જાઓ પહોંચી હતી. મામલો વધુ બિચકે તે પહેલા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બન્ને જુથને સમજાવવાનો પ્રયાસ કરી મામલો થાળે પાડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
હિન્દુ એકતા સંગઠન દ્વારા આજે ગામેઠાથી સ્ટૂટર રેલી નિકળી હતી. એક પછી એક ગામમાં ફરી રસ્તામાં આવતા બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતા ભોજ ગામમાં ગઇ હતી. જ્યાં પથ્થર મારો થતાં 2 મહિલાને સામાન્ય ઇજા પહોંચી હતી. આ રેલી વિવિધ ગામમાં ફરી પાદરા ભાથુજી મંદિર સંપન્ન થવાની હતી. પાદરા PI તડવીએ જણાવ્યું હતું કે, "પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બે મહિલા ને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલ શાંતિ છે."
આ પણ વાંચો
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.