Ahmedabad News: અમદાવાદમાં 9 પિસ્તોલ, એક રિવોલ્વર સહિતના હથિયારો સાથે 6 લોકોની ધરપકડ, એક વોન્ટેડ

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 07 Sep 2023 12:13 PM (IST)Updated: Thu 07 Sep 2023 12:17 PM (IST)
ahmedabad-news-6-arrested-with-weapons-including-9-pistols-one-revolver-one-wanted-190990

Ahmedabad News: અમદાવાદમાં પોલીસ દ્વારા વિશાલા પાસેથી હથિયારો સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવ્યા છે. આ આરોપીઓ પાસેથી 9 પિસ્તોલ અને એક રિવોલ્વર સહિતના હથિયારો મળી આવ્યા હતા. જ્યારે એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, અમદાવાદ શહેરમાં તહેવારો દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ગત રાત્રીથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ઝોન 7, એલસીબીને 7 શખ્સો શંકાસ્પદ જણાયા હતા. જેમની પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવતા તેમની પાસેથી 9 પિસ્તોલ, એક રિવોલ્વર, 61 કારતૂસ અને ત્રણ મેગેઝીન સહિતના હથિયારો મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા ઝડપવામાં આવેલા મોટાભાગના આરોપીઓ જમાલપુર વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હથિયારો સાથે 6 શખ્સોની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. આરોપી દોઢ વર્ષ પહેલા આ હથિયાર લાવવામાં આવ્યા હોવાનું હાલ જાણવા મળ્યું છે. આ હથિયારો આરોપીઓ ક્યાંથી લાવ્યા હતા અને તેમનો બદઇરાદો શું હતો સહિતની વિગતો મેળવવા માટે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.