Unjha (ઉંઝા)

Created By: Jignesh Trivedi
ઉંઝા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. ઉંઝા નગર તાલુકાનું મુખ્ય મથક છે. ઉંઝા શહેર ઉત્તર ગુજરાતના અગ્રગણ્ય કૃષિ બજારમાંથી એક તરીકે જાણીતું છે. ઉંઝા શહેર, અહમદાબાદ-પાલનપુર રેલવે માર્ગ અને અહમદાબાદ-અબુ રોડ હાઈવે ઉપર આવેલું છે.
ઉંઝા ભારતનું સૌથી મોટું જીરૂ બજાર તરીકે જાણીતું છે. અહીંથી જીરૂ, મેથી, ઇસબગોળ, ધાણા, જીરા, સોયા અને અન્ય મસાલા વસ્તુઓનું વિદેશ સુધી નિકાસ કાર્ય થાય છે.

















