Singvad Samachar (સીંગવડ સમાચાર)

Created By: Mukesh Joshi
સિંગવડ (રણધીકપુર), ગુજરાતના પૂર્વ ભાગમાં, દાહોદ જિલ્લાના લીમખેડા નજીક આવેલો મહત્વપૂર્ણ વિસ્તાર છે. ભૂગોળીય રીતે આ તાલુકો અરવલ્લી પર્વતોની શ્રેણી, નદીઓ અને જંગલો વચ્ચે વસેલો છે. અહીંના લોકોના જીવનમાં આદિવાસી સંસ્કૃતિ, ધરમસ્થળો અને કુદરતી સૌંદર્યનું વિશિષ્ટ સ્થાન છે. વર્ષ 2017માં, લીમખેડા તાલુકાના 152 ગામોનું વિભાજન કરીને, સિંગવડ (રણધીકપુર) તાલુકાની રચના કરવામાં આવી હતી. આ વિભાગન થવાને કારણે વિસ્તારમાં શાસન વ્યવસ્થાનો વિસ્તાર, લોકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ, અને વિકાસના નવા માર્ગો ખુલ્યા છે.







