
Created By: Sanket Parekh
ગુજરાતી રંગમંચના બેતાજ બાદશાહ અને કૉમેડી કિંગ તરીકે ઓળખાતા સંજય ગોરડિયાએ પોતાની કરિયરની શરૂઆત 1979માં ગુજરાતી નાટક 'પાગલ ઘોડા'થી કરી હતી. 'પપ્પુ પાસ થઈ ગયો', 'આ નમો બહુ નડે છે', 'ચુપ રહો ખુશ રહો', 'કોના બાપની દિવાળી' અને 'બૈરાઓનો બાહુબલી' તેમના જાણીતા નાટકો છે. આ સિવાય તેમણે હિન્દીમાં પણ નાટકોનું નિર્માણ કર્યું છે. સંજય ગોરડિયાએ હિન્દી ફિલ્મો અને ટેલિવિઝન શો પણ અભિનય કર્યો છે.











