નિરંજન હીરાનંદાની (Niranjan Hiranandani)

Created By: Nilesh Zinzuwadia
નિરંજન હીરાનંદાનીનો જન્મ 8મી માર્ચ 1950ના રોજ થયો હતો. તેઓ એક ભારતીય ઉદ્યોગ સાહસિક, હીરાનંદાની ગ્રુપના સહ-સ્થાપક તથા મેનેજીંગ ડિરેક્ટર છે. તેઓ રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલ છે. વર્ષ 2020માં તેઓ હુરુનના અહેવાલમાં મોખરાના 10 ભારતીય રિયલ એસ્ટેટ ટાયકૂનમાં સ્થાન ધરાવતા હતા.







