Lord Sahadeva(સહદેવ)

Created By: Dimpal Ghoyal
ભારતીય મહાકાવ્ય મહાભારત પ્રમાણે સહદેવ પાંડુ તથા માદ્રીનો પુત્ર અને પાંડવોમાં સૌથી નાનો ભાઈ હતો. સહદેવ તથા નકુળ જોડીયા ભાઈ હતા જે અશ્વિનીકુમારના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલનમાં નિષ્ણાત હતા. સહદેવ એક મહાન જ્યોતિષી પણ હતો. શસ્ત્રવિદ્યામાં સહદેવ ખાસ કરીને તલવારબાજીમાં નિપૂણ હતો. સહદેવની ઓળખ ઋજુ સ્વભાવ વાળા, શરમાળ અને નીતિમાન તરીકેની ગણાય છે. અન્ય ભાઈઓની જેમ સહદેવને પણ દ્રૌપદીથી શ્રુતકર્મા નામનો એક પુત્ર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સહદેવે પોતાના મામા, મદ્રનરેશ દ્યુતિમાતની પુત્રી વિજ







