Lord Lakshmana(ભગવાન લક્ષ્મણ)

Created By: Dimpal Ghoyal
ભગવાન લક્ષ્મણ હિંદુ ધર્મના ભગવાન રામના ભાઈ હતા. લક્ષ્મણને શેષનાગનો અવતાર માનવામાં આવે છે, અને અમુક સંપ્રદાયમાં તેમને રામના અંશ માનવામાં આવે છે. રામાયણ મુજબ, રાજા દશરથ ના ત્રીજા પુત્ર હતા, તેમની માતા સુમિત્રા હતી. તેમની પત્ની ઊર્મિલા હતી જે સીતા ની નાની બહેન હતી. આ બે ભાઈઓ રામ-લક્ષ્મણ વચ્ચે અપાર પ્રેમ હતો. તેમણે રામ-સીતા સાથે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો હતો. કૌશલ્યા અને કૈકેયી તેમની સાવકી માતાઓ હતી. આ ચારેય ભાઈઓની એક મોટી બહેન હતી જે કૌશલ્યાનંદિની દેવી શાંતા હતી. તેમના અન્ય ભાઈઓ ભરત અને શત્રુઘ્ન હતા.







