Gaman Santhal (ગમન સાંથલ)

Created By: Sanket Parekh
ગુજરાતના જાણીતા લોકગાયક ગમન સાંથલ 'ગમન ભુવાજી' તરીકે પણ પ્રખ્યાત છે. ગમન સાંથલ તેમની રેગડી અને લોકડાયરાના કાર્યક્રમો માટે ખૂબ જ લોકપ્રિય છે. તેમના ગીતો તેમજ ગરબા લોકોને ખૂબ જ ગમે છે. ગમન સાંથલ 'દીપો માના ભુવાજી' તરીકે પણ ઓળખાય છે. ગમન સાંથલના માત્ર ગરબા, ભજન જ નહીં, પરંતુ દર્દભર્યા ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા છે. તેમના ક્યારે મળીશું હવે ક્યારે મળીશું, દેવ દ્વારિકાનો નાથ, તૂટી ગયું દિલ મારું, મારા હાથમાં તારું નામ, તું ના બદલાતી જેવા અનેક ગીતો સુપરહિટ રહ્યા છે.







