Becharaji Municipality (બેચરાજી નગરપાલિકા)

Created By: Jignesh Trivedi
રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને હજારો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર બહુચરાજીને હવે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી ગ્રામ પંચાયતના સ્થાનિક વિસ્તારને હવેથી નાના શહેરી વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સાથે જ બહુચરાજી હવેથી બેચર-બહુચરાજી મ્યુનિસિપાલિટી તરીકે ઓળખાશે અને કાર્યરત થશે.
આ નગરપાલિકામાં કુલ 6 વોર્ડ અને 24 બેઠકો છે. આ બેઠકોમાંથી કુલ 12 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. કુલ 24 બેઠકો પૈકી 16 બેઠકો વિવિધ અનામત વર







