અશ્વિન દાણી (Ashwin Dani)

Created By: Nilesh Zinzuwadia
અશ્વિન સૂર્યાકાંત દાણી એક ભારતીય ઉદ્યોગપતિ, વ્યવસાયીક અને ભારતની સૌથી મોટી પેઈન્ટ કંપની એશિયન પેઈન્ટના નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ડિસેમ્બર 1998થી માર્ચ 2009 સુધી વાઈસ પ્રેસિડેન્ટ તથા મેનેજીંગ ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળી હતી અને ટોચના 50 ભારતીય શ્રીમંત પૈકી એક હતા. તેમનો જન્મ મુંબઈ સ્થિત જૈન પરિવારમાં થયો હતો. તેમનું 81 વર્ષની વયે વર્ષ 2023માં અવસાન થયું હતું.







