IND vs PAK Final, Abrar Ahmed Troll: એશિયા કપ 2025 ની રોમાંચક ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ શાનદાર જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓને મેદાન પર જ ટ્રોલ કર્યા હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
ભારતીય ખેલાડીઓએ અબરાર અહેમદને ટ્રોલ કર્યા
આ પણ વાંચો
મેચ દરમિયાન પાકિસ્તાનના સ્પિન બોલર અબરાર અહેમદે ભારતીય બેટ્સમેન સંજુ સેમસનને આઉટ કર્યો હતો. વિકેટ લીધા પછી અબરારે પોતાની ખાસ શૈલીમાં પેવેલિયન તરફ ઈશારો કરીને ઉજવણી કરી હતી. જોકે મેચ પૂરી થયા પછી અને ભારતે ટ્રોફી જીતી લીધા બાદ ભારતીય ખેલાડીઓ હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને જિતેશ શર્માએ સંજુ સેમસનને સામે રાખીને અબરારની ઉજવણીની નકલ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
INDIAN PLAYERS DOING ABRAR CELEBRATION...!!! ??#abrarahmed #INDvsPAK #AsiaCupFinal #Harisrauf #tilakverma pic.twitter.com/UAsrWuWQ1X
— SAHIL NAGPAL (@Pavilionpulse) September 28, 2025
બુમરાહે હારિસ રઉફને આપ્યો જવાબ
આ મેચમાં માત્ર આટલું જ નહોતું. આ પહેલા ભારતીય બોલિંગ દરમિયાન, જસપ્રીત બુમરાહે પાકિસ્તાની બેટ્સમેન હારિસ રઉફને એક શાનદાર યોર્કર પર બોલ્ડ કર્યો હતો. રઉફને આઉટ કર્યા પછી બુમરાહે કરેલી ઉજવણીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Bumrah just did this. pic.twitter.com/7vZHesFKFM
— Shiv Aroor (@ShivAroor) September 28, 2025
ફાઇનલ મેચમાં પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 19.1 ઓવરમાં 146 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી સાહિબજાદા ફરહાને સૌથી વધુ 57 રન અને ફખર ઝમાને 46 રનનું યોગદાન આપ્યું હતું. ભારતીય બોલરોમાં કુલદીપ યાદવે શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતીય ટીમે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.આ જીત સાથે ભારતે 9મી વખત એશિયા કપ પર કબજો કર્યો છે.
