IND vs PAK Final Live Score, Asian Games 2026: જાપાનમાં 20મી એશિયન ગેમ્સમાં ક્રિકેટની ગોલ્ડ મેડલ ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિશિનના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે રમાઈ રહી છે. આ રોમાંચક ફાઈનલ મેચનો લાઈવ સ્કોર અને મુખ્ય હાઈલાઈટ્સ જોવા માટે પેજને રિફ્રેશ કરો.
ભારતને વધુ એક ફટકો, અભિષેક શર્મા આઉટ
અભિષેક શર્માએ છઠ્ઠી ઓવરના છેલ્લા બોલ પર છગ્ગો ફટકારીને 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. છ ઓવરના પાવરપ્લે પછી ભારતે બે વિકેટ ગુમાવીને 81 રન બનાવ્યા છે. જોકે, સાતમી ઓવરના પાંચમા બોલ પર અરાફાત મિનહાસે અભિષેક શર્માને ક્લિન બોલ્ડ કર્યો હતો. અભિષેક શર્માએ 28 બોલમાં 61 રન બનાવી મજબૂત બેટિંગ કરી હતી.
ભારતને ડબલ ઝટકા, વૈભવ અને સંજુ આઉટ
ભારતનો યુવા પ્રતિભાશાળી ખેલાડી વૈભવ સૂર્યવંશી સસ્તામાં આઉટ થઈ ગયો છે. બીજી ઓવરમાં સાઈમ અયુબના બોલને વૈભવ સૂર્યવંશીએ રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કર્યો. જોકે, બોલ બેટના નીચેના ભાગને સ્પર્શીને વિકેટકીપર તરફ ગયો અને તેણે કેચ પકડી લેતા વૈભવ 9 બોલમાં 15 રન બનાવી આઉટ થયો છે.
બીજી તરફ, અહેમદ દાનિયાલની ઓવરમાં સંજુ સેમસન કેચ આઉટ થયો હતો. શોટ રમવામાં ભૂલ થતા બોલ બેટના ઉપરના ભાગે વાગ્યો અને હવામાં ઊંચો થઈને મિડ-ઓન તરફ ગયો હતો. જ્યાં અરાફાત મિનહાસે સફળ કેચ કરતા સંજુ સેમસન માત્ર 4 બોલ રમીને 2 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.
સાદ મસૂદની મોંઘી ઓવર, 24 રન આવ્યા
અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ બીજી ઓવર નાખવા આવેલા સાદ મસૂદ સામે જોરદાર પ્રદર્શન કર્યું છે. આ ઓવરમાં કુલ 24 રન બન્યા હતા. બે ઓવર પછી ભારતનો સ્કોર કોઈ નુકસાન વગર 28 રન છે.
ભારતે ટોસ જીત્યો, પહેલા બેટિંગ પસંદ કરી
બંને ટીમના કેપ્ટન ટોસ માટે આવ્યા અને લાઈવ દ્રશ્યોમાં જોવા મળ્યું કે તેમણે એકબીજા સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારતીય કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉની મેચની સરખામણીએ કોઈ ફેરફાર કર્યા વિના એ જ અગિયાર ખેલાડીઓ સાથે ભારતીય ક્રિકેટ ટીમ મેદાનમાં ઉતરી રહી છે.
બંને ટીમોની ફાઇનલ મેચ સુધીની સરળ સફર
એશિયન ગેમ્સમાં ક્રિકેટનું સ્તર ટોચની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જેવું નથી, તેમ છતાં ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારા મુકાબલા અને ગોલ્ડ મેડલનું મહત્ત્વ બંને દેશો માટે ખૂબ વધારે છે. વરસાદના કારણે બંને ટીમને રમ્યા વગર સીધા સેમિફાઇનલ મેચમાં ઉતરવાની તક મળી, અને સરળતાથી આ મેચ જીતીને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. આમ, બંને ટીમોને ગોલ્ડ મેડલ જીતવા માટે માત્ર બે જ મેચ રમવી પડી છે.
IND vs PAK Final: ક્યારે અને ક્યાં રમાશે મેચ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ફાઈનલ મેચ 3 ઓક્ટોબર, શનિવારના રોજ નિશિન ખાતેના કોરોગી સ્પોર્ટ્સ પાર્ક (Korogi Sports Park, Nisshin) ખાતે રમાઈ રહી છે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 10:00 વાગ્યે (10:00 AM IST) શરૂ થશે.
IND vs PAK Final: બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોડ
ભારતીય ટીમ (India Squad): શ્રેયસ અય્યર (કેપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, વિપ્રજ નિગમ, યશ ઠાકુર, અર્શદીપ સિંહ.
પાકિસ્તાન ટીમ (Pakistan Squad): સાહિબઝાદા ફરહાન (કેપ્ટન), સાઇમ અય્યુબ, માજ સદાકત, ઉસ્માન ખાન, હસન નવાઝ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, મોહમ્મદ વસીમ, અહમદ દાનિયાલ, સુફિયાન મોકિમ, અબરાર અહમદ, આકિફ જાવેદ, અલી રઝા, સાદ મસૂદ, હૈદર અલી.
