Gujarat News Today Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે 26 ઓગસ્ટના રોજ વડાપ્રધાન હાંસલપુર ખાતે 100થી વધુ દેશોમાં નિકાસ માટે સુઝુકીના પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન ઇ વિટારાને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે - જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક ઐતિહાસિક પગલું છે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.

હવામાન વિભાગે આજે સવારે સાત વાગ્યે જારી કરેલા મોનસુન વેધર નોટિફિકેશન અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાત રાજ્યના અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ગાજવીજ સાથે મધ્યમ વરસાદ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, ખેડા, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે 26 ઓગસ્ટના રોજ વડાપ્રધાન હાંસલપુર ખાતે 100થી વધુ દેશોમાં નિકાસ માટે સુઝુકીના પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન ઇ વિટારાને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ટીડીએસ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે - જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ એક ઐતિહાસિક પગલું છે. તેઓ આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે.