Ahmedabad: વાડજ-રાણીપ ફોરલેન ફ્લાયઓવરનું નિર્માણ પૂર્ણતાના આરે, 3 ટ્રાફિક સિગ્નલથી મળશે કાયમી છૂટકારો

રૂપિયા 106 કરોડના ખર્ચે વાડજ-રાણીપ 4-લેન ફ્લાયઓવરનું નિર્માણ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 10 May 2026 04:19 PM (IST)Updated: Sun, 10 May 2026 04:20 PM (IST)
ahmedabad-vadaj-ranip-four-lane-flyover-bridge-status-and-details
HIGHLIGHTS
  • અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર
  • વાડજ-રાણીપ 4-લેન ફ્લાયઓવર તૈયાર

Vadaj-Ranip Flyover Ahmedabad: અમદાવાદ શહેરમાં દરરોજ ટ્રાફિક સમસ્યાનો સામનો કરતા વાહનચાલકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાડજથી રાણીપને જોડતો નવો ફોર-લેન ફ્લાયઓવર હવે પૂર્ણતાના આરે છે, જે શહેરની ટ્રાફિક સમસ્યામાં લોકોને મોટી રાહત પૂરી પાડશે.

વાડજ-રાણીપ ફોરલેન ફ્લાયઓવરની ખાસિયત

આ નવો ફ્લાયઓવર 106 કરોડ રૂપિયાથી પણ વધુના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ બ્રિજની કુલ લંબાઈ આશરે 735 મીટર છે, અને તેની પહોળાઈ 16 થી 20 મીટર જેટલી રાખવામાં આવી છે. ખાસ કરીને સતત વધતા ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના ઉદ્દેશ્યથી જ આ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, અને હાલમાં તેનું કામ પૂર્ણ થવાની આરે છે.

3 ટ્રાફિક સિગ્નલથી મળશે કાયમી છૂટકારો

એકવાર આ ફ્લાયઓવર જાહેર જનતા માટે ખુલ્લો મુકાઈ જાય ત્યારબાદ ગાંધી આશ્રમ વિસ્તારની કનેક્ટિવિટીમાં ધરમૂળથી સુધારો થશે. હંમેશા વાહનોથી ધમધમતા આશ્રમ રોડથી વાડજ સર્કલ અને રાણીપ જંક્શન તરફ જતા મુસાફરોની સફર હવે વધુ સરળ અને ઝડપી બની જશે.

દરરોજ આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો માટે સૌથી મોટો ફાયદો થશે. વાહનચાલકોને હવે ત્રણ અલગ-અલગ ટ્રાફિક સિગ્નલ પર રોકાવું નહીં પડે, અને સીધો બાયપાસ મળી જશે. આ નવા રૂટના કારણે ખાસ કરીને પીક-અવર્સ (નોકરી-ધંધે જવા-આવવાના સમયે) દરમિયાન સર્જાતા ટ્રાફિક જામમાં મોટો ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે.

આગામી દિવસોમાં લોકાર્પણ થવાની આશા

હાલમાં આ બ્રિજનું કામ તેના અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે અને તે પૂર્ણતાના આરે છે. આગામી થોડા જ દિવસોમાં અમદાવાદના નાગરિકોને આ નવા ફ્લાયઓવરની મોટી ભેટ મળવા જઈ રહી છે, જે શહેરના ટ્રાન્ઝિટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (પરિવહન માળખા) ને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું સાબિત થશે.