Ahmedabad: સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરુપે અમદાવાદનો આ રસ્તો બંધ કરાશે, જાણો વૈકલ્પિક માર્ગ

સુભાષબ્રીજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટરનો માર્ગ વાહન વ્યવહારની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 08 Nov 2024 05:13 PM (IST)Updated: Fri, 08 Nov 2024 05:13 PM (IST)
sabarmati-ashram-re-development-project-this-road-to-ahmedabad-closed-know-the-alternative-route

Ahmedabad: મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ભાગરુપે 800 મીટરનો માર્ગ વાહન વ્યવહારની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરવામાં આવતાં વૈકલ્પિક માર્ગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રસ્તો બંધ કરવામાં આવશે

સુભાષબ્રીજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટરનો માર્ગ વાહન વ્યવહારની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આજે 9 નવેમ્બરથી તેનો અમલ કરવામાં આવશે.

વૈકલ્પિક માર્ગ

સુભાષબ્રીજ વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રીજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ રાણીપ બસ સ્ટેન્ડથી કાર્ગો મોટર્સ થઈ સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) તથા વાડજ તરફ અવર-જવર કરી શકાશે.

સુભાષબ્રીજ સર્કલથી પ્રબોધરાવલ સર્કલથી ડાબી બાજુ વળી પલક ત્રણ રસ્તાથી ડાબી બાજુ વાડજ સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.