Exclusive: વર્લ્ડ કપ 2023 પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ રહ્યા છે આ બદલાવ, વાંચો ગુજરાતી જાગરણનો એક્સક્લૂઝિવ રિપોર્ટ

By: Akshatkumar PandyaEdited By:AkshatKumar PandyaPublish Date: Tue, 27 Jun 2023 01:29 PM (IST)Updated: Tue, 27 Jun 2023 03:09 PM (IST)
icc-world-cup-2023-gca-secretary-anil-patel-talks-about-the-high-voltage-match-preparation-of-narendra-modi-stadium-ahmedabad-gujarat

ICC World Cup 2023: મનન વાયા, અમદાવાદ. આજે વર્લ્ડ કપનું શિડ્યુલ જાહેર થયુ છે. અમદાવાદ માં વર્લ્ડ કપ 2023ની સૌથી મોટી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પહેલી મેચ 15 ઓક્ટોબર કે જે એકબીજાના કટ્ટર હરિફ ભારત પાકિસ્તાન વચ્ચે રમાશે, અને બીજી મોટી મેચ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ પણ અહીં રમાશે. ભારત પાકિસ્તાનની મેચ હાઈવોલ્ટેજ મેચ ગણાય છે, માત્ર ભારત નહીં સમગ્ર વિશ્વની નજર આ મેચ પર હોય છે. તો આવી મોટી મેચ માટે શું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ડેયિમ તૈયાર છે? ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે ગુજરાતી જાગરણ સાથેની Exclusive વાતચીતમાં આ અંગે જણાવ્યું છે. આગળનો અંશ તેમની સાથેના વાતચીતના આધારે...

  • આઉટફિલ્ડને અપગ્રેડ કરાશે
    GCA પ્રમુખ અનિલ પટેલે જણાવ્યું કે IPL 2023 વખતે ઉનાળો હોવાથી અમે આઉટફિલ્ડ સાથે છેડછાડ કરી નહોતી પરંતુ અત્યારે વરસાદની સિઝન અને તે પછી વીન્ટર આવવાનું હોવાથી અમે તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે અને આઉટફિલ્ડને અપગ્રેડ કરી રહ્યા છીએ. આ આઉટફિલ્ડ ICCની ગાઈડલાઈન અનુસાર પહેલા હતી, તે રીતે 85 યાર્ડ્સની જ રહેશે. આ કામગીરીથી એક ફ્રેશ ટચ મળશે.
  • મીડિયા રુમની સીટીંગ કેપેસીટીમાં વધારો
    ICC જેવી મેજર ઈવેન્ટ હોવાથી એ સ્વાભાવિક છે જે સમગ્ર દુનિયાના પત્રકારો અમદાવાદમાં ઉમટશે. તેવામાં સ્ટેડિયમની હાલની મીડિયા બેઠક વ્યવસ્થા પણ વધારવામાં આવશે. હાલ આશરે 100 પત્રકારો મેચ કવર કરી શકે છે, હવે તેમાં કેટલો વધારો કરવો યોગ્ય રહેશે તે અંગે ICCની કમિટિની જુલાઈ મહિનામાં એસોસિએસનને જણાવશે તે પ્રમાણે કામકાજ કરવામાં આવશે. પ્રબળ સંભાવના છે કે 100ની કેપિસિટીને ડબલ કરીને 200 કરવામાં આવે.
  • બ્રોડકાસ્ટિંગની સુવિધામાં પણ અપગ્રેડેશન
    અનિલ પટેલે વધુમાં જણાવ્યું કે બ્રોડકાસ્ટિંગ એરિયામાં પણ ફેરફાર કરવામાં આવશે, તેના માટે પણ આવતા મહિને ICCની નિરિક્ષણ ટીમ અમને જણાવશે તે મુજબ પગલા ભરીશું. મહત્વનું છે કે GCA મક્કમ છે, જે પણ જણાવવામાં આવે તે મુજબ પોતાનું બેસ્ટ આપીને આ ટૂર્નામેન્ટને ગ્રાન્ડ સક્કેસ બનાવવામાં કોઈ કસર બાકી રાખવામા નહીં આવે. કોમેન્ટ્રી માટેનો એરિયા પણ નવેસરથી તૈયાર થશે.
naidunia_image

BCCI સેક્રેટરી જય શાહ અને GCA સેક્રેટરી અનિલ પટેલ

  • જય શાહના નેતૃત્વમાં ટૂર્નામેન્ટને સૌથી સફળ બનાવીશું
    અનિલ પટેલે અંતમાં જણાવ્યું કે ભારત પાકિસ્તાનની મેચ તેમજ વર્લ્ડ કપ ફાઈનલ જેવી મેચોની યજમાની GCAને આપવા બદલ અમે ICCનો ખૂબ આભાર માનીએ છીએ.જય શાહના નેતૃત્વમાં અમે આ ટૂર્નામેન્ટને અત્યાર સુધીની સૌથી સફળ ટૂર્નામેન્ટ બનાવીશું તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
  • આવતા મહિના ICCની ટીમ મોનિટરિંગ કરવા અમદાવાદ આવશે
    ઉલ્લેખનીય છે કે ગુજરાતી જાગરણ સાથેની વાતચીતમાં અનિલ પટેલે એ પણ જણાવ્યું કે વર્લ્ડ કપની તૈયારીઓ જોવા અને તેનું મોનિટરિંગ કરીને ગાઈડ કરવા આવતા મહિને એટલે કે મધ્ય જુલાઈમાં iccની ટીમ અહીં પધારશે અને અમને યોગ્ય ગાઈડ લાઈન આપશે.

વન-ડે વર્લ્ડ કપમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચ
5 ઓક્ટોબર 2023, ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ
15 ઓક્ટોબર 2023, ઈન્ડિયા vs પાકિસ્તાન
4 નવેમ્બર 2023, ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા
10 નવેમ્બર 2023, સાઉથ આફ્રિકા vs અફઘાનિસ્તાન
19 નવેમ્બર 2023, ફાઈનલ