LIVE BLOG

IND vs NED Cricket Score: વિશ્વકપમાં સતત નવમી મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ આપી દિવાળીની ભેટ, નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું

India vs Netherlands Cricket Score, Cricket World Cup 2023: ભારતે ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં સતત નવમી જીત મેળવી છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 12 Nov 2023 04:07 PM (IST)Updated: Wed, 11 Dec 2024 01:18 PM (IST)
india-vs-netherlands-live-score-updates-world-cup-2023-match-45th-ind-vs-ned-live-cricket-scoreboard-latest-update-from-m-chinnaswamy-stadium-in-bangalore-live-blog

India vs Netherlands Cricket Score, Cricket World Cup 2023: ભારતે ICC ક્રિકેટ વર્લ્ડકપ 2023માં સતત નવમી જીત મેળવી છે. 12 ડિસેમ્બરે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ નેધરલેન્ડ્સને 160 રનથી હરાવ્યું છે. ભારતીય ટીમ હવે ન્યૂઝીલેન્ડ સામે બુધવારે સેમિફાઈનલની પહેલી મેચ રમશે. ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે.

411 રનના ટાર્ગેટનો પીછ કરતી ડચ ટીમ શરુઆતથી જ દબાણમાં જોવા મળી. જો કે તેમના બેટ્સમેને ભારતીય ફાસ્ટ બોલર્સનો સારી રીતે સામનો કર્યો અને પાવરપ્લેમાં માત્ર એક જ વિકેટ ગુમાવી. પાવરપ્લે બાદ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ વિપક્ષી ટીમને બેકફુટ પર મોકલી. નેધરલેન્ડ્સની ટીમ સતત અંતરાળ બાદ વિકેટ ગુમાવતા ગયા અને અંતે 47.5 ઓવરમાં 250 રનમાં જ સમેટાઈ ગઈ.

નેધરલેન્ડ્સ તરફથી તેજા નિદામાનરુએ છ છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 39 બોલમાં 54 રનની ઈનિંગ રમી. તો સાઈબ્રાંડ એન્ગેલબ્રેક્ટે 45 અને કૉલિન એકરમેને 35 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી. આ ઉપરાંત વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ 1-1 વિકેટ લીધી.

આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરતા 4 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા છે. સૌથી વધુ રન શ્રેયસ અય્યરે બનાવ્યા. તેણે 128 રનની અણનમ ઈનિંગ રમી. લોકેશ રાહુલે 102 રનની ઈનિંગ રમી. તો કેપ્ટન કોહિલે 61 રન અને ગિલ-કોહલીએ 51 રનનું યોગદાન આપ્યું. આ મેચમાં ભારતના ટોપ 5 બેટ્સમેને 50 રનથી વધુનો સ્કોર બનાવ્યો. લોકેશ રાહુલ અને શ્રેયસ અય્યરે ચોથી વિકેટ માટે 208 રનની ભાગીદારી કરી. વિશ્વકપમાં આ ભારતનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા ભારતે વર્ષ 2007માં બરમૂડા સામે 413 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે 62 બોલમાં પોતાની સેન્ચુરી પુરી કરી જે આ વિશ્વકપમાં દેશ માટે સૌથી ઝડપી સેન્ચુરી હતી. નેધરલેન્ડ તરફથી ડે લિડેએ 2 વિકેટ લીધી. જ્યારે મીકરેન અને મર્વને 1-1 વિકેટ મળી.મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો.