India vs Netherlands: રોહિત શર્મા એક કેલેન્ડર યરમાં વન ડેમાં સૌથી વધુ સિક્સર લગાવનાર બેટ્સમેન બન્યો, એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 12 Nov 2023 02:36 PM (IST)Updated: Sun, 12 Nov 2023 02:54 PM (IST)
rohit-sharma-becomes-the-batsman-with-most-sixes-in-odis-in-calendar-year-break-ab-de-villiers-record

Rohit Sharma Six Record: આજે આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023ની અંતિમ લીગ મેચ એટલે કે 45મી મેચ બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આ મેચમાં રોહિત શર્માએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. રોહિત શર્મા એક કેલેન્ડર યરમાં વન ડેમાં સૌથી વધુ સિક્સર લગાવનાર બેટ્સમેન બની ગયો છે.

રોહિત શર્માએ અત્યાર સુધીમાં વર્ષ 2023માં કુલ 59 સિક્સર ફટકારી ચૂક્યો છે. આ સાથે જ ભારતીય કેપ્ટન એક કેલેન્ડર યરમાં વન ડેમાં સૌથી વધુ સિક્સર લગાવનાર બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સના નામે હતો. એબીએ વર્ષ 2015માં 20 વન ડેમાં કુલ 58 સિક્સર ફટકારી હતી.

એક કેલેન્ડર યરમાં વન ડેમાં સૌથી વધુ સિક્સર

  • 59* - રોહિત શર્મા - 2023
  • 58 - એબી ડી વિલિયર્સ - 2015
  • 56 - ક્રિસ ગેલ - 2019

આ સાથે જ રોહિત શર્માએ એક વર્લ્ડ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સિક્સર ફટાકારવાનો રેકોર્ડ બનાવી દીધો છે. રોહિત શર્મા વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 23 સિક્સર ફટકારી ચૂક્યો છે. રોહિતે ઈયોન મોર્ગનનો વર્લ્ડ કપ 2019નો રેકોર્ડ તોડી દીધો છે. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને વર્લ્ડ કપ 2019માં 22 સિક્સર ફટકારી હતી.

એક વર્લ્ડ કપમાં કેપ્ટન દ્વારા સૌથી વધુ સિક્સર

  • 23* - રોહિત શર્મા - 2023
  • 22 - ઈયોન મોર્ગન - 2019
  • 21 - એબી ડી વિલિયર્સ - 2015
  • 18 - એરોન ફિન્ચ - 2019
  • 17 - બી મેક્કુલમ - 2015

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.