ODI World Cup 2023: પાકિસ્તાને ICCની સામે રાખી નવી શરત, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ખેલવાનો ઈનકાર કર્યો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 07 Jun 2023 07:45 PM (IST)Updated: Thu, 08 Jun 2023 08:01 AM (IST)
odi-world-cup-2023-pakistan-refuses-to-play-match-at-narendra-modi-stadium-new-stipulation-against-icc

ODI World Cup 2023: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નઝમ સેઠીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન ગ્રેગ બાર્કેલને વનડે વિશ્વકપ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત વિરુદ્ધ ખેલવાનો ઈનકાર કર્યો છે. સમાચાર એજન્સી PTIના સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. પાકિસ્તાન પોતાની મેચ કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમવા માગે છે. અમદાવાદના સ્ટેડિયમમાં તેઓ મેચ રમવા નથી માગતા.

મહત્વપૂર્ણ છે કે ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કેલ અને ICC મહાપ્રબંધક જ્યોફ અલાર્ડિસે હાલમાં જ PCBના અધિકારી પાસે એવું આશ્વાસન લેવા પાકિસ્તાન ગયા હતા કે વનડે વિશ્વકપમાં પોતાની મેત તટસ્થ સ્થાને કરાવવાની માગ નહીં કરો. BCCI સચિવ જય શાહની આગેવાનીમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ હાઈબ્રિડ મોડલ પર એશિયા કપની મેચની યજમાનીની પાકિસ્તાનની માગ ફગાવવા જઈ રહ્યું છે.

નોકઆઉટ કે ફાઈનલ જ અમદાવાદમાં રમવા માગે છે પાકિસ્તાન
PCB સૂત્રો મુજબ- નજમ સેઠીએ બાર્કેલ અને અલાર્ડિસને સૂચિત કરી દીધા છે કે પાકિસ્તાન અમદાવામાં મેચ નથી રમવા માગતુ, જ્યાં સુધી તે નોકઆઉટ કે ફાઈનલ ન હોય. તેમણે ICCને અનુરોધ કર્યો કે જો પાકિસ્તાન સરકાર ભારત જઈને વર્લ્ડ કપ રમવાની મંજૂરી આપે છે તો પાકિસ્તાનની મેચ ચેન્નાઈ, બેંગલુરુ અને કોલકાતામાં રમાડવામાં આવે.

પાકિસ્તાન બોર્ડ અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઈને ચિંતિત
પાકિસ્તાન બોર્ડ અમદાવાદમાં ટીમની સુરક્ષાને લઈને ચિંતિત છે. જો કે ઈન્ઝમામ ઉલ હકની કેપ્ટનશિપમાં 2005માં પાકિસ્તાન ટીમ મોટેરામાં મેચ રમી હતી. સેઠીએ એમ પણ કહ્યું કે આગામી પાંચ વર્ષના ચક્ર માટે ICCની આવકમાં જો પાકિસ્તાનનો ભાગ વધારવામાં નહીં આવે તો તેઓ નવા આવક મોડલને સ્વીકારશે નહીં.