Ganpati Visarjan 2025 Date: ગણેશોત્સવ પૂર્ણ થવાને હવે થોડા દિવસ જ બાકી છે. ત્યારે સૌ કોઈના મનમાં એ પ્રશ્ન હોય છે કે ગણપતિજીના વિસર્જન પછી કળશ અને તેના પરના નાળિયેળનું શું કરવું જોઈએ. આજે ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે કે ગણેશ સ્થાપનમાં વપરાયેલા કળશ અને નાળિયેળનું શું કરવું જોઈએ. ગુજરાતી કેલેન્ડર મુજબ અનંત ચતુર્દશી 6 સપ્ટેમ્બર 2025ના રોજ છે. આ દિવસે દરેક લોકો ધૂમેધામે ગણપતિજીનું વિસર્જન કરશે.
ગણેશ વિસર્જન પછી નારિયેળનું શું કરવું? (ગણેશ વિસર્જન પછી કળશ અને શ્રીફળનું શું કરવું જોઈએ?)
ગણેશ ચતુર્થીના તહેવાર પર ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે નારિયેળ ચઢાવવામાં આવે છે. તે એક પવિત્ર ફળ છે અને તેનું ધાર્મિક મહત્વ છે. વિસર્જન પછી, તમારે અર્પણ કરેલા નારિયેળને પવિત્ર નદીમાં પ્રવાહિત કરવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ભગવાન ગણેશના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ-શાંતિ રહે છે. કેટલાક લોકો પીપળા અથવા વડના ઝાડ નીચે નારિયેળ રાખે છે. આમ કરવાથી એવું માનવામાં આવે છે કે નારિયેળનો વૃક્ષ પર સકારાત્મક પ્રભાવ પડે છે.
તેથી, નારિયેળને લાલ કપડામાં લપેટીને તમારી પૈસાની જગ્યાએ અથવા તિજોરીમાં રાખો. આનાથી ખાસ ફળ મળે છે. આ સાથે સુખ અને સૌભાગ્ય પણ વધે છે. વિસર્જન પછી તમે નારિયેળને તમારા ઘરના મંદિરમાં પણ રાખી શકો છો.
ગણેશ વિસર્જન પછી કળશનું શું કરવું ? (ગણેશ વિસર્જન પછી કળશના પાણીનું શું કરવું)
ગણેશ વિસર્જન પછી કળશમાં રહેલા પાણીને તમે તમારા ઘરમાં છટકાવ કરી શકો છો. આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઉર્જા આવે છે. કળશના જળને પવિત્ર માનવમાં આવે છે. જો જળ વધે તો તમે તુલસી કે કોઈ છોડમાં રેડી શકો છો.
ગણેશ વિસર્જન પછી દૂર્વાનું શું કરવું? (ગણેશ વિસર્જન બાદ ધરો અને નારિયેળનું શું કરવું)
ગણેશ વિસર્જન પછી, હળદર સાથે દૂર્વા તમારા તિજોરીમાં રાખો. આનાથી જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો નહીં પડે. આ સાથે સુખ અને સંપત્તિમાં પણ વધારો થાય છે. જો તમને તમારા કામમાં વારંવાર અવરોધોનો સામનો કરવો પડી રહ્યો હોય, તો દૂર્વા પાણીમાં નાખો અને તેને શમીના છોડને અર્પણ કરો. તમને આનો લાભ મળી શકે છે. ગણેશ વિસર્જન પછી, તમારા ઘરના મંદિરમાં દૂર્વા યોગ્ય રીતે બાંધો . આનાથી બાપ્પાના આશીર્વાદ તમારા પર રહેશે.
ગણેશ વિસર્જન પછી ચોખા અને મગનું શું કરવું
ગણેશ સ્થાપનમાં ઉપયોગમાં લેવાયેલા ચોખા અને મગને વિસર્જન પછી તમે પક્ષીઓની ચણમાં નાખી શકો છો.
જો તમને આ લેખ પસંદ આવ્યો હોય, તો પછી તેને શેર કરવાનું ભુલશો નહીં. આવા વધુ લેખો વાંચવા માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.