Okha-Beyt Dwarka Signature Bridge: દ્વારકાના સિગ્નેચર બ્રિજનો આકાશી નજારો, બ્રિજ પર બનાવાઈ છે ખાસ વ્યુઇંગ ગેલેરી, ભગવદ્ ગીતાના શ્લોકોની પણ છે કોતરણી

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 19 Feb 2024 02:38 PM (IST)Updated: Mon, 19 Feb 2024 03:31 PM (IST)
view-of-signature-bridge-connecting-okha-and-beyt-dwarka-in-gujarat-to-open-by-pm-modi-on-25th-february-see-video-and-photos

Okha-Beyt Dwarka Signature Bridge Photos: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આગામી 25 ફેબ્રુઆરીના રોજ ઓખાથી બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરશે. રૂ. 900 કરોડથી વધુના ખર્ચે બનેલો આ સિગ્નેચર બ્રિજ ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેયડ બ્રીજ છે. આ બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. તેમજ બ્રિજ પર ભગવદ્ ગીતાના શ્લોકોની કોતરણી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે આ બ્રિજની વિશેષતા અંગે માહિતી આપી હતી.

દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું છેકે, ઓખા અને બેટ દ્વારકાને જોડતો ફોરલેન સિગ્નેચર બ્રિજ જે 900 મીટર લોન્ગ સેન્ટ્રલ કેબલ મોડ્યુલ પર બનેલો છે. બ્રિજની કુલ લંબાઈ 2320 મીટર છે. ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 770 મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ 650 મીટર અને 900 મીટર કેબલ સ્ટેઈડ બ્રીજ. આ બ્રિજ બનતાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે પરંપરાગત માર્ગથી જે બોટ દ્વારા યાત્રિકો અને ત્યાંના લોકો દ્વારા જે અવરજવર થાય છે તેની બદલે હવે બ્રિજનો ઉપયોગ થશે.

તેમણે વધુમાં જણાવ્યું છેકે, બોટમાં મુસાફરી માટે અંદાજિત 30થી 40 મિનિટનો સમય લાગતો હતો. તે હવે ઘણો જ ઓછો સમય લાગશે. રાહદારીઓ માટે વ્યુઈંગ ગેલેરીની પણ સુવિધા કરેલી છે. બ્રિજના માર્ગે વાહનો ઉપરાંત ચાલીને, સાયકલ, ગોલ્ફ કાર્ટ દ્વારા બેટરી ઓપરેટરથી પણ પસાર થઈ શકશે. રાહદારીઓ માટે યાત્રિકો માટે ભગવદ્ ગીતાના શ્લોકો અને કોતરણી માણવાની સુવિધા પણ રાખવામાં આવી છે. જે ઘણું જ આકર્ષણ કેન્દ્ર વધારશે. જેથી યાત્રિકો અને પર્યટનમાં વિકાસ થશે.

naidunia_image

આ બ્રિજથી બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશના મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને ફેરીબોટમાં દ્વારકા જવાથી મુક્તિ મળશે.તેમજ બેટ-દ્વારકાના લોકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે. સ્થાનિકો આ બ્રિજને લઈને ખુશ છે. આ બ્રિજ પ્રવાસનની સાથે સાથે ગુજરાત અને ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રગતિની જાણે કે સાક્ષી પૂરી રહ્યો છે. આ બ્રિજ પ્રવાસીઓ માટે પણ એક આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી પૂરી સંભાવનો છે.

naidunia_image

દેવભૂમિ દ્વારકાના સ્થાનિક અંકિત રામાવતે જણાવ્યું છેકે, સિગ્નેચર બ્રિજનું નિર્માણ થતાં બેટ દ્વારકાવાસીઓ, યાત્રિકો અને અહિંના સ્થાનિક રહેવાસીઓને ખુબ ફાયદો થશે સાથે જ મેડિકલ અને અન્ય સ્થિતિમાં આવવા જવામાં મુશ્કેલી થતી હતી તેનો દુર થતાં ફાયદો થશે. અન્ય એક સ્થાનિક સ્થાનિક ભાવેશ ભાટીયાએ જણાવ્યું છેકે, જે લોકો દ્વારકાધીશના દર્શન નહોતા કરી શકતા તે હવે સરળતાથી દર્શન કરી શકશે સાથે જ આ બ્રિજના નિર્માણથી અહિંયા ઝડપી વિકાસ થશે.

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.