શ્રી હનુમાન ચાલીચા યુવા કથામાં હરિપ્રકાશ સ્વામીએ લવ-જેહાદ પર વાત કરી, દિકરીઓને બે હાથ જોડી આ શિખામણ આપી

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Fri, 05 Jan 2024 01:21 PM (IST)Updated: Fri, 05 Jan 2024 02:15 PM (IST)
shree-hanuman-chalisa-yuva-katha-nikol-ahmedabad-hariprakash-swami-day-07-on-love-jihad

Shree Hanuman Chalisa Yuva Katha Day 7: અમદાવાદ નિકોલના આંગણે શ્રી હનુમાન ચાલીચા યુવા કથાનું ભવ્ય આયોજન થયું હતું. કથાના છેલ્લા દિવસે કથાના વક્તા હરિપ્રકાશ સ્વામીએ લવ-જેહાદ પર વાત કરી અંગે વાત કરી. દિકરીઓને બે હાથ જોડી મહત્વની શિખામણ આપી. આ કથા નિકોલમાં આવેલા ખોડલધામ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી હતી.

આ વિશ્વમાં છોડવા જેવું શું?
હરિપ્રકાશ સ્વામીએ પોતાની ઝોળી ફેલાવી લોકોને કહ્યું હતું કે આ સાધુ તમારી પાસે ઝોળી ફેલાવી માગે છે કે આમા તમારી બાટલી, આમા તમારા માવા, આમા તમારી છીંકણીની ડબ્બી, આમા તમારા લોકોના લોહી પાવીના સ્વભાવ હોય તો મને આપજો. આ વિશ્વમાં લેવા જેવું કંઈ હોય તો પરમાત્માનું નામ છે. દેવા જેવું કંઈ છે તો તે દાન છે અને છોડવા જેવું કંઈ હોય તો તે અહંકાર છે.

બાળકોને મોબાઈલ ન આપવાની વાત
બહેનોને સ્વામીએ હાથ જોડી વિનંતી કરી કે બાળકોને મોબાઈલ આપવાનું ટાળજો. ડ્રગ્સના પડિકા કરતા પણ મોબાઈલ ખરાબ છે. બાળકોને ખબર નથી કે મોબાઈલ ક્યાં લઈ જશે. પરંતુ આપણને તો ખબર છે ને. મોબાઈલના એડિક્શનમાં કેલા ક્રાઈમ થઈ રહ્યા છે તેની પણ વાત કરી. તમારો છોકરો 10 વસ્તુ માગે તો 7 વસ્તુ જ આપો.જરૂ પડે તો મારો. શાસ્ત્રો પણ આ વાત કહી છે. ત્રણ વસ્તુની ઘસીને ના પાડી દો. માટલું એમ કહે ટીપ્યા વગર મને મસ્ત બનાવી દો. એ શક્ય નથી.

naidunia_image

લવ-જેહાદ પર વાત કરી
હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે મારી દિકરીઓ અને બહેનોને બે હાથ જોડીને વિનંતી છે કે કોલેજની અંદર કોઈની સાથે આંખ મળી જાય, તમે લવ-જેહાદના શિકાર બની જાઓ તે આ સમાજ અને દેશને ગમતું નથી. કેટલા લાડેકોડે એક પિતાએ દિકરીને મોટી કરી હોય છે. દિકરીના સપનાને પૂરા કરવા માટે પિતા તેના સપનાને રોળી દે છે. આવી યુવાન દિકરીઓ કહ્યા વગર, નાત, જાત ધર્મ જોયા વગર, સંસ્કાર જોયા વગર, પરિવાર જોયા વગર, કોણ છે, ક્યાંનો છે, કેવો છે, શું ધંધો કરે છે, એનું જીવન શું છે, એ કંઈ પણ જોયા વગર દિકરીઓ માતા-પિતાને જેમતેમ કહી ભાગી જાય છે. કેટલીએ દિકરીઓને લોકો દુબઈમાં જઈ વેંચી દે, મારીને કટકા કરી દે, ખોટો ત્રાસ આપે. તમામ બહેનોને એક નાના સાધુની વિનંતી છે કે તમે કોઈ દિવસ આકર્ષણનો ભોગ બનીને ભાગવાનો પ્રયાસ કરો ત્યારે એક તપાસ કરજો કે મારા ધર્મનો છે કે નહીં. વિધર્મી ક્યારેય ક્યારેય આપણા થતા નથી એનુ છળ હોય છે. તમારા કપડા પણ તમારા પિતાએ નીચું ન જોવું પડે તેવા હોવા જોઈએ. તમે જ્યારે ભાગી જાઓ છો ત્યારે તમારા માતા -પિતા બજારમાં નિકળી શકતા નથી. કોઈની ઘરે જઈ શકતા નથી. 22 વર્ષ તમારા પિતાએ કર્યું તે કંઈ નહીં. આપણને શોભે એવું કરાય નહીં.

naidunia_image

હનુમાનના ગુણોની વાત
સત્યની ઉંમર મોટી હોય છે અને ચરિત્રનો પ્રભાવ ઘણો હોય છે. ગમે તેટલા પૈસા હશે પરંતુ સંસ્કાર નહીં હોય તો ઝઘડા થશે. સંસ્કાર સત્સંગથી આવે અને સારા સાધુના સાનિધ્યમાં થાય. હનુમાને ક્યારેય અહંકાર કર્યો નથી. આથી તમે પણ અહંકાર ન કરો. હનુમાન પાસે ગમે એટલો જોશ હતો પરંતુ હોશ ન ખોયો. તમને પણ વિનંતી છે હોશમાં રહેશો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.