અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મને લઈને તમારા મનમાં રહેલા દરેક સવાલના જવાબ

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવાનું હાલ ચાલું છે. આ ફોર્મ 19 જૂન સુધી ભરી શકાશે. અમદાવાદમાં 11 જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 7825 ઘર બની રહ્યા છે

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Tue, 12 May 2026 06:51 AM (IST)Updated: Tue, 12 May 2026 06:51 AM (IST)
pradhan-mantri-awas-yojana-pmay-in-ahmedabad-2026-frequently-asked-questions-and-answers

Pradhan Mantri Awas Yojana Ahmedabad: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવાનું હાલ ચાલું છે. આ ફોર્મ 19 જૂન સુધી ભરી શકાશે. અમદાવાદમાં 11 જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 7825 ઘર બની રહ્યા છે જે લોકોને ફાળવવામાં આવશે. જેમના પરિવારની આવક 3 લાખ સુધીની છે અને અમદાવાદમાં રહે છે તેઓ આ ફોર્મ ભરી શકશે. આવો જાણીએ ક્યાં અને કેવી રીતે ફોર્મ ભરવાનુ છે અને ક્યા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ક્યાં ભરવાના છે?

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન જ ભરવાના છે. તેમાટેની લિંક https://housingapplicationform.ahmedabadcity.gov.in/Home/Index છે. જો તમે ન ભરી શકો તો નાગરિક સુવિધા કેન્દ્ર કે કોઈ જાણકાર વ્યક્તિ પાસેજ ફોર્મ ભરાવો જેથી તમારું ફોર્મ રદ ન થાય.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ કોણ ભરી શકે?

અમદાવાદમાં જે લોકો રહે છે અને જેમના પરીવારની આવક 3 લાખથી ઓછી છે તે દરેક સમાજની વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે. પુખ્ત વયનો સભ્ય ભારત દેશમાં પાકુ મકાન કે જમીનનો પ્લોટ ન ધરાવતો હોવો જોઈએ.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર કઈ સાઈઝના અને કેવા છે?

હાલ બહાર પડેલી અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમામ ઘર 1BHK એટલે કે એક બેડરૂમ એક હોલ અને એક કચીન રહેશે. આ યોજના અંતર્ગત આવાસો અંદાજે 28 ચો.મી. કારપેટ એરીયા (33.48 ચો.વાર) અને બિલ્ટઅપ એરીયા 33 થી 35 ચો.મી. એટલે કે (39.45 થી 41.48 ચો.વાર) ના બાંધકામવાળા થશે. જે અંશત: ફેરફારને પાત્ર રહેશે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર માટે કેટલા રૂપિયા આપવા પડશે?

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની કિંમત 3 લાખ રૂપિયા છે અને મેઈન્ટેનન્સ ડીપોઝીટ પઝેશન લેતા પહેલા 30 હજાર અલગથી ભરવાની રહેશે. આમ ઘર 3.30 લાખમાં પડશે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરતી વેળાએ કેટલી ડિપોઝીટ આપવાની હોય છે?

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરતી વેળાએ 7500 રૂપિયા આપવાના રહેશે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર લોકોને કેવી રીતે ફાળવવામાં આવે છે?

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર લકી ડ્રો દ્વારા ફાળવવામાં આવે છે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર કયા કયા વિસ્તારમાં છે?

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર નિકોલ, નરોડા, મોટેરા, શીલજ (બોપલ), ઓઢવ, નિકોલ, મોટેરા-સાબરમતી, સરખેજ મકરબા , અમદાવાદ.

એક વ્યક્તિ કેટલા ફોર્મ ભરી શકે?

દરેક પરીવાર એકજ ફોર્મ ભરી શકશે. જો એકથી વધારે ફોર્મ ભરશો તો તમારું ફોર્મ આપો આપ રદ થઈ જશે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર લાગ્યા પછી પૈસા કેટલા સમયમાં ચૂકવવાના હોય છે?

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર લાગ્યા પછી મકાનની કુલ કિંમતના ઓછામાં ઓછા 20% ૨કમ (અરજી સાથે ભરપાઇ કરેલ ડીપોઝીટ બાદ કરતાં બાકીની રકમ) ડ્રો માં સફળ થયા બાદ અમ.મ્યુનિ.કોર્પોરેશન જણાવે ત્યારે અરજદારે ત્રણ માસમાં અચૂકપણે ભરવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતી 80% રકમના એકસરખા દસ(10) હપ્તા (અંદાજે એક વર્ષમાં તમામ 80% રકમ થાય તે રીતે) સમયાંતરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જમાં કરાવવાના રહેશે.

અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવામાં કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે?

આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો), ઓળખ પુરાવો, આધાર કાર્ડ નકલ, રહેઠાણ માટેનો પુરાવો (ભાડા કરાર, લાઈટબીલ વગેરે), કેન્સલ ચેક, સોગંદ નામા નકલ, દિવ્યાંગ અરજદારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર, ફોટો, સહી.