શીલજ, નિકોલ અને સરખેજ સહિત આ 11 જગ્યાએ અમદાવાદમાં બનશે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર

Pradhan Mantri Awas Yojana 2026 places in Ahmedabad: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં 11 જગ્યાએ 7825 ઘર બનવાના છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 09 May 2026 06:05 AM (IST)Updated: Sat, 09 May 2026 06:05 AM (IST)
awas-yojana-form-pradhan-mantri-awas-yojana-2026-places-in-ahmedabad

Pradhan Mantri Awas Yojana 2026 places in Ahmedabad: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં 11 જગ્યાએ 7825 ઘર બનવાના છે. જો તમે અમદાવાદમાં ઘરનું ઘર સસ્તામાં મેળવવા ઈચ્છો છો તો તમારા માટે સારા સમાચાર છે. અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ ફોર્મ ફરવાની છેલ્લી તારીખ 19 જૂન 2026 છે.

તમામ ઘર 1BHK એટલે કે એક બેડરૂમ એક હોલ અને એક કચીન રહેશે. આ યોજના અંતર્ગત આવાસો અંદાજે 28 ચો.મી. કારપેટ એરીયા (33.48 ચો.વાર) અને બિલ્ટઅપ એરીયા 33 થી 35 ચો.મી. એટલે કે (39.45 થી 41.48 ચો.વાર) ના બાંધકામવાળા થશે. જે અંશત: ફેરફારને પાત્ર રહેશે.

અમદાવાદમાં આ 11 જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનશે (Pradhan Mantri Awas Yojana (PMAY) in Ahmedabad 2026)

ક્રમ જગ્યાનું નામ બાંધકામ કરેલ કુલ આવાસની સંખ્યા માળની વિગત યોજનાનો કોડ
1 ટી.પી. ૧૦૩ નિકોલ, એફ.પી. ૧૨૦ તથા ટી.પી. ૧૧૯ નિકોલ, એફ.પી.૧૬૪, દિવ્યજીવન લાઇફસ્ટાઇલની બાજુમાં, સરોવર પ્લાઝાની સામે, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ 1568 P+14 EWS-52
2 ટી.પી.૯૮, કોતરપુર એફ.પી.૮૧, કોતરપુર-નરોડા, ખોડીયાર માતાના મંદિર સામે, શંકર એસ્ટેટની સામે, એસીક જનરલ હોસ્પીટલની પાછળ, નરોડા-નારોલ રોડ,અમદાવાદ 294 P+7 EWS-55
3 ટી.પી.૯૮, કોતરપુર એફ.પી.૮૦, કોતરપુર-નરોડા, ખોડીયાર માતાના મંદિર સામે, શંકર એસ્ટેટની સામે, એસીક જનરલ હોસ્પીટલની પાછળ, નરોડા-નારોલ રોડ,અમદાવાદ 171 P+9 EWS-56
4 ટી.પી.૨૧, મોટેરા એફ.પી.૩૯૫, મહાકાળીનગરની સામે, પરિમલ હોસ્પીટલના ખાચાંમાં, મોટેરા, અમદાવાદ 56 P+7 EWS-57
5 ટી.પી.૨૧૬, શીલજ એફ.પી.૩, નિસર્ગ ડ્રીમની સામે, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ), અમદાવાદ 110 P+10 EWS-58
6 ટી.પી.૨૧૬, શીલજ એફ.પી.૨૫, શીલજ, કાવેરી સોહમ ફ્લેટની પાસે, નિસર્ગ ડ્રીમથી આગળ, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ), અમદાવાદ 392 P+7 EWS-59
7 ટી.પી.૧૦૪, ઓઢવ એફ.પી.૪૮, ઓઢવ, ભિક્ષુક ગૃહ રોડ, ભાથીજી મહારાજના મંદિર પાસે, ઓઢવ, અમદાવાદ 540 P+9 EWS-60
8 ટી.પી.૧૧૧, નિકોલ એફ.પી.૧૫૯, કઠવાડા જી.આઇ.ડી.સી. મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં,સરદાર પટેલ રીંગરોડ-નિકોલ ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક, નિકોલ, અમદાવાદ 376 P+13 / P+14 EWS-64
9 ટી.પી.૧૧૧, નિકોલ એફ.પી.૧૮૬, કઠવાડા જી.આઇ.ડી.સી. મુખ્ય પ્રવશદ્વારની બાજુમાં, સરદાર પટેલ રીંગરોડ-નિકોલ ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક, નિકોલ, અમદાવાદ 666 P+13 / P+14 EWS-65
10 ટી.પી.૪૬, મોટેરા-કોટેશ્વર એફ.પી.૨૩૪, એસ.બી.આઇ. બેંક પાસે, ભાટથી મોટેરા કોટેશ્વર રોડ, મોટેરા-સાબરમતી, અમદાવાદ 1512 P+13 EWS-66
11 ટી.પી. ૮૫ સરખેજ મકરબા ઓકાફ એફ.પી. ૧૨૩, તથા ટી.પી. ૯૨/બી એફ.પી. ૧૫૪ જૈનમ મસ્જિદ સામે , સરખેજ મકરબા , અમદાવાદ 2140 P+10 EWS-7

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ કોણ ભરી શકે?

આ યોજનાની જાહેરાત મુજબ જે પરીવારની આવક 3 લાખથી ઓછી છે તેઓ આ ફોર્મ ભરી શકે છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ?

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • આવકનું પ્રમાણપત્ર
  • બેંકની વિગતો- કેન્સલ ચેકનો ફોટો
  • રહેણાંકનો પુરાવો- ભાડાકરાર
  • જાતિનો દાખલો (લાગુ પડતું હોય તો)
  • પાસપોર્ટ ફોટો
  • અરજદારની સહી.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે વધારે જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો. તમામ વિગતો વિસ્તાર પૂર્વક અને સમજાય તેવી સરળ ભાષામાં આપવામાં આવશે.