શીલજ- બોપલમાં ક્યાં બની રહ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર? કેવા બનશે તેની તસવીરો પણ જુઓ

આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં 11 જગ્યાએ 7825 ઘર બનવા જઈ રહ્યા છે. તેમા પણ ઘણી જગ્યા પ્રાઈમ લોકેશન છે.

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Mon, 11 May 2026 06:01 AM (IST)Updated: Mon, 11 May 2026 06:01 AM (IST)
pradhan-mantri-awas-yojana-in-shilaj-bopal-complite-detail-click-here

Pradhan Mantri Awas Yojana 2026 in Shilalj Bopal: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર મેળવવા ઈચ્છતા લોકો પાસેથી અરજીઓ હાલ મંગાવવામાં આવી છે. આ તમામ ઘર 1BHK હશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 19 જૂન છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનામાં અમદાવાદમાં 11 જગ્યાએ કુલ 7825 ઘર લોકોને ફાળવવામાં આવશે. (ફોર્મ ભરવામાં આ ભૂલો ન કરશો) તો શીલજ બોપલમાં પણ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘર બનવાના છે. તો આવો જાણીએ કે ક્યાં બનશે અને કેવા બનશે આ ઘર.

શીલજ-બાપલમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર ક્યાં બનવાના છે?

શીલજ-બાપલમાં બે જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર બનશે.

1). ટી.પી.216, શીલજ એફ.પી.3, નિસર્ગ ડ્રીમની સામે, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ). ગુગલ મેપ દ્વારા આ જગ્યા વિશે જાણો.

naidunia_image

2) ટી.પી.216, શીલજ એફ.પી.25, શીલજ, કાવેરી સોહમ ફ્લેટની પાસે, નિસર્ગ ડ્રીમથી આગળ, શીલજ રીંગરોડ બ્રીજ પાસે, બોપલ તરફ, શીલજ (બોપલ), અમદાવાદ. ગુગલ મેપ દ્વારા આ જગ્યા વિશે જાણો.

naidunia_image

ઘરની ડિઝાઈન કેવી હશે. જગ્યા કેટલી હશે. સોસાયટીની ડિઝાઈન અને કેટલા બિલ્ડિંગ હશે તે દરેક સવાલ અરજી કરનારને થતો હોય છે. તો દરેક વાતને આ તસવીર દ્વારા સરળતાથી સમજો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર શીલજ-બોપલમાં નિસર્ગ ડ્રીમની સામે બનશે તેના વિશે વિગતવાર જુઓ

naidunia_image

પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર શીલજ-બોપલમાં કાવેરી સોહમ ફ્લેટ પાસે બનશે તેના વિશે જાણો

naidunia_image

પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવામાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાા હોય છે?

  • આવક પ્રમાણપત્ર
  • જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ઓળખ પુરાવો
  • આધાર કાર્ડ નકલ
  • રહેઠાણ માટેનો પુરાવો (ભાડા કરાર, લાઈટબીલ વગેરે)
  • કેન્સલ ચેક
  • સોગંદ નામા નકલ
  • દિવ્યાંગ અરજદારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
  • ફોટો
  • સહી.

જાહેરાતની વિગત તથા ફોર્મ અમ.મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર ઉપલબ્ધ રહેશે. આ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.19/06/2026 રહેશે. ત્યારબાદ કોઇપણ એનલાઇન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત અપડેટ માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો. જો તમને આ વાત ગમી હોય તો જેમને ખરેખર ઘરની જરૂર છે તેઓને ફોરવર્ડ કરો.