Pradhan Mantri Awas Yojana 2026 in Ahmedabad: અમદાવાદમાં રહેતા ગરીબ અને મધ્યમવર્ગ માટે સારા સમાચાર છે. દરેક વ્યક્તિ ઈચ્છે કે તેમની પાસે ઘરનું ઘર હોય. આ મોંઘવારીમાં અમદાવાદ શહેરમાં ઘરનું ઘર લેવા માટે પૈસા ક્યાંથી લાવવા તે સવાલ દરેકને થાય. પરંતુ હવે પ્રધાનમંત્રી આવાસ યોજના અંર્ગત અરજી મંગાવવામાં આવી છે. જો તમારા પરીવારની આવક 3 લાખથી ઓછી છે તો તમારા માટે અમદાવાદમાં 3 લાખમાં ઘરનું ઘર 1BHK મેળવવાની સોનેરી તક છે. ચૂકશો નહીં. આ વખતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદમાં 11 જગ્યાએ 7825 ઘર બનવા જઈ રહ્યા છે. તેમા પણ ઘણી જગ્યા પ્રાઈમ લોકેશન છે. પરંતુ ધ્યાન રાખો ફોર્મ ભરતી વેળાએ જો અહીં દર્શાવેલી ભૂલ કરી તો તમારું ફોર્મ રદ થશે.
ઘર લાગતું નથી તેવી વ્યાપક ફરીયાદ
જ્યારે ગુજરાતી જાગરણ પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત કોઈ સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરે છે ત્યારે તેની નીચે અનેક લોકોની એવી ફરીયાદ આવે છે કે ઘર લાગતું નથી. આવી સ્થિતિમાં તમે નિરાશ થશો નહીં. પ્રયાસ કરતા રહો. ઘણીવાર ઘર ઓછો હોય અને અરજી વધારે હોય ત્યારે લકી ડ્રો દ્વારા ઘર ફાળવવામાં આવતું હોય છે. આ ઉપરાંત ઓનલાઈન ફોર્મ ભરતી વેળાએ કોઈ ભૂલ કે કોઈ દસ્તાવેજ અપલોડ ન કર્યો હોય તો પણ ફોર્મ રદ થાય છે અને ઘર મળતું નથી.
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભરતી વેળાએ આ ભૂલો ન કરો.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ઓનલાઈન ભરતી વેળાએ શું ધ્યાન રાખવું અને શું ભૂલો ન કરવી તે ગજરાતી જાગરણ તમને અહીં જણાવી રહ્યું છે.
- 1). ફોર્મની તમામ વિગતો ફરજીયાત ભરવાની રહેશે. અધૂરા ભરેલ ફોર્મ અમાન્ય રહેશે.
- 2). વ્યકિતદીઠ એક જ ફોર્મ ભરી શકાશે. જો કોઈ અરજદાર દ્વારા એકથી વધુ ફોર્મ ભરેલ માલુમપડશે તો તમામ ફોર્મ કે ફાળવવામાં રદ કરી ભરેલ ડીપોઝીટની પૂરેપૂરી રકમ જપ્ત કરવામાં આવશે.
- 3) ફોર્મમાં ખોટી માહિતી ભરવાથી રદ થનાર ફોર્મ બાબતે અથવા રીફંડ બાબતે ઉદભવતા પ્રશ્નોની સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે. આથી તમામ વિગતો સાચી અને સ્પષ્ટ ભરવી.
- 4). દિવ્યાંગજન(B/H) અરજદારોએ વિકલાંગતાનો લાભ મેળવવા (40% કે તેથી વધુ વિકલાંગતા અંગેનું) સિવિલ સર્જનના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે. નહીંતર ફોર્મ રદ થઈ શકે છે.
- 5). રીઝર્વ કેટેગરીના અરજદારોએ પોતાની જાતિ અંગેના ગુજરાત રાજયના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ અરજી ફોર્મની સાથે ફરજિયાત સામેલ કરવાની રહેશે.
- 6). અરજદારે પોતાને લાગુ પડતી કેટેગરી નું જ ફોર્મ ભરવાનું રહેશે. તેની કેટેગરી સિવાયનાં ભરેલ ફોર્મ આપોઆપ રદ થવાને પાત્ર છે.
- 7). કોઇપણ યોજનામાં પઝેશન આપવાની પ્રક્રિયા ચાલુ થયા બાદ વધુમાં વધુ છ માસ સુધીમાં લાભાર્થી દ્વારા સંપૂર્ણ નાણાં ભરેલ ન હોય તો ફાળવેલ આવાસ રદ થશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
જાહેરાતની વિગત તથા ફોર્મ અમ.મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર ઉપલબ્ધ રહેશે. આ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા. 19/06/2026 રહેશે. ત્યારબાદ કોઇપણ એનલાઇન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહીં.
પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરવામાં કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાા હોય છે?
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ઓળખ પુરાવો
- આધાર કાર્ડ નકલ
- રહેઠાણ માટેનો પુરાવો (ભાડા કરાર, લાઈટબીલ વગેરે)
- કેન્સલ ચેક
- સોગંદ નામા નકલ
- દિવ્યાંગ અરજદારે સિવિલ સર્જનનું પ્રમાણપત્ર
- ફોટો
- સહી.
પ્રધાનમંત્રી આવાસ યોજના સંબંધિત અપડેટ માટે તમે અહીં ક્લિક કરો અને ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો. જો તમને આ વાત ગમી હોય તો જેમને ખરેખર ઘરની જરૂર છે તેઓને ફોરવર્ડ કરો.
