Pradhan Mantri Awas Yojana Nikol Ahmedabad: અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે. હાલ અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મંગાવવામાં આવેલી અરજીમાં કુલ 7825 ઘર બની રહ્યા છે. અમદાવાદની 11 જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના 1BHK ઘર બની રહ્યા છે. જેમા અમદાવાદના નિકોલમાં 3 જગ્યાએ કુલ 2610 ઘર બનશે. અહીં આપણે નકશા દ્વારા જાણીશું કે નિકોલમાં કઈ કઈ જગ્યાએ પ્રધાનમંત્રી આવાસ યોજના આવશે અને તસવીરોમાં જોઈશું કે ઘર કેવા બનશે.
1). ગંગોત્રી સર્કલ- નિકોલ
આ જગ્યાએ બનશે: ટી.પી. 103 નિકોલ, એફ.પી. 120 તથા ટી.પી. 119 નિકોલ, એફ.પી.164, દિવ્યજીવન લાઇફસ્ટાઇલની બાજુમાં, સરોવર પ્લાઝાની સામે, ગંગોત્રી સર્કલ, નિકોલ, અમદાવાદ. નકશામાં જુઓ. અહીં કુલ 1568 ઘર બનશે.
2). ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક
ટી.પી.111, નિકોલ એફ.પી.186 , કઠવાડા જી.આઇ.ડી.સી. મુખ્ય પ્રવશદ્વારની બાજુમાં, સરદાર પટેલ રીંગરોડ-નિકોલ ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક, નિકોલ, અમદાવાદ. અહીં કુલ 666 ઘર બનશે.
3). ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક
ટી.પી.111, નિકોલ એફ.પી.159, કઠવાડા જી.આઇ.ડી.સી. મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં,સરદાર પટેલ રીંગરોડ-નિકોલ ચાર રસ્તા પાસે, ટોરેન્ટ પાવર સ્ટેશનની નજીક, નિકોલ, અમદાવાદ. નકશામાં જુઓ. અહીં કુલ 376 ઘર બનશે.
જો તમારા પરીવારની આવક 3 લાખથી ઓછી છે તો તમારા માટે અમદાવાદમાં 3 લાખમાં ઘરનું ઘર 1BHK મેળવવાની સોનેરી તક છે. ચૂકશો નહીં. લકી ડ્રો દ્વારા ઘર ફાળવવામાં આવશે. જાહેરાતની વિગત તથા ફોર્મ અમ.મ્યુનિ.કોર્પોરેશનની વેબસાઇટ www.ahmedabadcity.gov.in ઉપર ઉપલબ્ધ રહેશે. આ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.19/06/2026 રહેશે. ત્યારબાદ કોઇપણ એનલાઇન અરજીપત્રક કે વિનંતી પત્ર સ્વીકારવામાં આવશે નહીં.
