GSEB HSC Result 2023 Highlights: ગુજરાત બોર્ડ ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ, માત્ર 311 શાળાનું જ 100 ટકા રિઝલ્ટ

Gujarat Board 12th Result 2023 Highlights: રાજ્યભરમાંથી 4 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની પરીક્ષા આપી હતી. જેઓ હવે પોતાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 31 May 2023 10:07 AM (IST)Updated: Fri 02 Jun 2023 10:46 AM (IST)
gseb-class-12th-result-2023-live-updates-gujarat-board-hsc-results-for-arts-commerce-stream-to-be-announced-on-31-may-2023-at-8-am-on-gseb-org-138685

LIVE GSEB HSC Result 2023 Out Latest Updates, ધોરણ 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ 2023: ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ની સત્તાવાર વેબસાઈટ (www.gseb.org) પર પોતાનું પરિણામ જોઈ શકશે અને તેને ડાઉનલોડ પણ કરી શકશે. પોતાનું ગુજરાત બોર્ડ ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ પોતાનો રોલ નંબર, જન્મ તારીખ સહિત અન્ય વિગતો GSEBની વેબસાઈટ પર સબમિટ કરવાની રહેશે.

GSEB HSC Result 2023 School Wise, May 31, 2023 10:06 AM IST: ગયા વર્ષની સરખામણીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે ઘટાડો નોંધાયો. ગયા વર્ષે 1064 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે માત્ર 311 શાળાનું પરિણામ જ 100 ટકા આવ્યું છે.

GSEB HSC Result 2023 School Wise, May 31, 2023 09:40 AM IST: ગયા વર્ષની સરખામણીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે ઘટાડો નોંધાયો. ગયા વર્ષે 1064 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે માત્ર 311 શાળાનું પરિણામ જ 100 ટકા આવ્યું છે.

GSEB HSC Result 2023 Grade Wise, May 31, 2023 09:30 AM IST: ગ્રેડ વાઇઝ પરિણામ જોઇએ તો સામાન્ય પ્રવાહમાં A1માં 1874, A2માં 20,896, B1માં 51,607, B2માં 82,527, C1માં 1,00,699, C2માં 76,352 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

GSEB HSC Result 2023 Center Wise, May 31, 2023 09:25 AM IST: સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો 2022માં સુબીર, છાપી, અલારસાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે આ વર્ષે વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ આવ્યું છે.

GSEB HSC Result 2023 Center Wise, May 31, 2023 09:10 AM IST: સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો 2022માં ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે કે આ વર્ષે દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ આવ્યું છે.

GSEB HSC Result 2023 District Wise, May 31, 2023 09:00 AM IST: સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો 2022માં ડાંગ જિલ્લાનું 95.41 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે કે આ વર્ષે કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યું છે.

GSEB HSC Result 2023 District Wise, May 31, 2023 08:30 AM IST: સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો 2022માં વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે કે આ વર્ષે દાહોદ જિલ્લાનું 54.67 ટકા પરિણામ આવ્યું છે.

GSEB HSC Result 2023, May 31, 2023 08:10 AM IST: આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે. જયારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવ્યા છે.

GSEB HSC Result 2023, May 31, 2023 08:05 AM IST: આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 31,988 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 33.86 % ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,425 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 % ટકા આવ્યા છે.

GSEB HSC Result 2023, May 31, 2023 07:15 AM IST: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) આજે સામાન્ય પ્રવાહ (આર્ટસ અને કોમર્સ) માટે HSC અથવા ધોરણ 12 નું પરિણામ જાહેર કરશે. આજે સવારે 8 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે.

Gujarat Board Class 12 Result 2023, May 31, 2023 07:00 AM IST: ગુજરાત બોર્ડ ધોરણ 12 નું પરિણામ ક્યાં તપાસવું?

gseb.org
gsebeservice.com

GSEB 12th Result 2023, May 31, 2023 06:20 AM IST: SMS દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સ પરિણામ 2023 કેવી રીતે તપાસવું?

સ્ટેપ 1: ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
સ્ટેપ 2: આ SMS ફોર્મેટને અનુસરીને મેસેજ લખો. દા.ત.- SSC<સ્પેસ>રોલ નંબર.
સ્ટેપ 3: GJ12S <સીટ નંબર> લખીને 58888111 પર મેસેજ મોકલવાનો રહેશે.
સ્ટેપ 4: જીએસઈબી એચએસસીનું પરિણામ એ જ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.

GSEB Gujarat HSC Result 2023, May 31, 2023 06:20 AM IST: ધોરણ 12 ની માર્કશીટ કેવી રીતે ડાઉનલોડ કરવી?

સ્ટેપ 1: ગુજરાત બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાઓ.
સ્ટેપ 2: આર્ટસ અને કોમર્સ માટે HSC, 12મું પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: તમારા લોગ-ઇન ઓળખપત્રો દાખલ કરો.
સ્ટેપ 4: GSEB HSC 12મું પરિણામ 2023 ડાઉનલોડ કરો અને સેવ કરો
સ્ટેપ 5: ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ લો.

GSEB HSC Arts Commerce Result 2023, May 31, 2023 06:15 AM IST: WhatAapp દ્વારા ધોરણ 12 આર્ટસ અને કોમર્સ માર્કશીટ કેવી રીતે મેળવવી?

સ્ટેપ 1: તમારા ફોન પર 6357300971 નંબરને GSEBના કોન્ટેક્ટ નંબર તરીકે સેવ કરો.
સ્ટેપ 2: તમારા સ્માર્ટફોન પર WhatsApp એપ્લિકેશન ખોલો.
સ્ટેપ 3: GSEB ચેટ બોક્સ ખોલો.
સ્ટેપ 4: તમારો બોર્ડ સીટ નંબર ટાઈપ કરો અને સેન્ડ પર ક્લિક કરો.
સ્ટેપ 5: તમારી માર્કશીટ સ્ક્રીન પર દેખાશે

GSEB Gujarat HSC Result 2023, May 31, 2023 06:10 AM IST: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરશે.

જણાવી દઈએ કે, રાજ્યભરમાંથી 4 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની પરીક્ષા આપી હતી. જેઓ હવે પોતાના પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. અગાઉ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં કુલ 1.10 લાખે જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી 72,166 વિદ્યાર્થીઓ જ પાસ થયા હતા. આમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા રહ્યું હતુ.