GSEB HSC Science Result 2023 Grade Wise: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામ 65.58 % આવ્યું છે. જેમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે જ્યારે 1,523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવ્યો છે. 6,188 વિદ્યાર્થઈઓને B1 ગ્રેડ આવ્યો છે.
વિષયની દ્રષ્ટીએ વાત કરીએ તો ફિઝિક્સમાં સૌથી વધારે 37058 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. ટકાવારીની દ્રષ્ટિએ વાત કરીએ તો ફિઝિક્સ વિષયનું સૌથી ઓછું 66.29% પરિણામ આવ્યું છે. જ્યારે કેમેસ્ટ્રીનું 67.14% પરિણામ આવ્યું છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
