GSEB HSC Result 2023 Declared: ધોરણ 12નું 73.27 ટકા રિઝલ્ટ, 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછું પરિણામ

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 31 May 2023 10:13 AM (IST)Updated: Wed, 31 May 2023 10:13 AM (IST)
gesb-hsc-result-2023-date-and-time-announced-general-arts-commerce-gujarat-board-12th-result-2023-on-gseb-org

Gujarat Board Class 12th result 2023 Arts Commerce Result Declared (ધોરણ 12 પરિણામ તારીખ): ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. આ પરીક્ષામાં 4,79,298 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,49,792 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 % ટકા આવ્યું છે.

અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આમ પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 % ટકા આવ્યા છે.

સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો 2022માં સુબીર, છાપી, અલારસાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે આ વર્ષે વાંગધ્રા કેન્દ્રનું 95.85 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો 2022માં ડભોઇ કેન્દ્રનું 56.43 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે કે આ વર્ષે દેવગઢ બારિયા કેન્દ્રનું 36.28 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો 2022માં ડાંગ જિલ્લાનું 95.41 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે કે આ વર્ષે કચ્છ જિલ્લાનું 84.59 ટકા પરિણામ આવ્યું છે. સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરીએ તો 2022માં વડોદરા જિલ્લાનું 76.49 ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે 2023 એટલે કે આ વર્ષે દાહોદ જિલ્લાનું 54.67 ટકા પરિણામ આવ્યું છે.

ગયા વર્ષની સરખામણીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં આ વર્ષે ઘટાડો નોંધાયો. ગયા વર્ષે 1064 શાળાનું 100 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે માત્ર 311 શાળાનું પરિણામ જ 100 ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ 10 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે માત્ર 1 શાળાનું પરિણામ જ 10 ટકા કરતા ઓછું હતું. જ્યારે આ વર્ષે 44 શાળાનું પરિણામ 10 ટકા કરતા ઓછું છે. ગ્રેડ વાઇઝ પરિણામ જોઇએ તો સામાન્ય પ્રવાહમાં A1માં 1874, A2માં 20,896, B1માં 51,607, B2માં 82,527, C1માં 1,00,699, C2માં 76,352 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરે જણાવ્યું છે કે માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા. 31 મેના રોજ સવારના 8 વાગ્યે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે.

વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને S.R. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિધ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

GSEB HSC પરિણામની તારીખ અને સમય | GSEB HSC General Result 2023 Date and Time

GSEB HSC ઇવેન્ટ્સ તારીખ (ટેન્ટેટિવ)
GSEB HSC પરિણામ 2023 તારીખ 31 મે 2023
GSEB HSC પરિણામ 2023 સમય સવારે 8 વાગ્યે

જીએસઈબી એચએસસી પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું? | How to Download GSEB HSC General Result?

  • સૌ પ્રથમ GSEBની સત્તાવાર વેબસાઇટ www.gseb.org 2023 પર જાઓ.
  • ત્યાં હોમપેજ પર GSEB બોર્ડ HSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.
  • ત્યારબાદ સ્કૂલ રોલ નંબર તેમજ પાસવર્ડ દાખલ કરો.
  • સબમિટ બટન પર ક્લિક કરો.
  • ગુજરાત બોર્ડ GSEB HSCનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  • જો તમે ઈચ્છો તો, તમે આ GSEB HSC પરિણામ 2023 ની પ્રિન્ટઆઉટ લઈ શકો છો.

જીએસઈબી એચએસસી પરિણામ 2023 પર ઉલ્લેખિત વિગતો | Details Mentioned on GSEB HSC General Result 2023

  • વિદ્યાર્થીનું નામ
  • સીટ નંબર
  • વિષયનું નામ
  • વિષય મુજબ ગ્રેડ
  • વિષય મુજબના ગુણ
  • ઉમેદવારે મેળવેલ કુલ ગુણ
  • લાયકાતની સ્થિતિ (પાસ/ફેલ)
  • પર્સેન્ટાઇલ રેન્ક
  • વિદ્યાર્થીનો ફાઈનલ ગ્રેડ

SMS દ્વારા જીએસઈબી એચએસસી પરિણામ 2023 તપાસો | Check GSEB HSC General Result 2023 via SMS

વિદ્યાર્થી જીએસઈબી એચએસસીનું પરિણામ SMS દ્વારા પણ જોઈ શકે છે. આ સ્ટેપ્સ ફોલો કરીને SMS દ્વારા પરિણામ જોઈ શકાય છે.

  • ફોન પર SMS એપ્લિકેશન ખોલો.
  • આ SMS ફોર્મેટને અનુસરીને મેસેજ લખો. દા.ત.- HSC<સ્પેસ>રોલ નંબર.
  • સાચા રોલ નંબર સાથેનો મેસેજ 56263 પર મોકલો.
  • જીએસઈબી એચએસસીનું પરિણામ એ જ નંબર પર SMS દ્વારા આપવામાં આવશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.