Gujarat Board 12th Science Result 2023, લોકલ ડેસ્ક: આજે ધોરણ 12 સાયન્સ અને ગુજસેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ 12 સાયન્સનું પરિણામ 65.58 ટકા આવ્યું છે. જેમાં સૌથી વધુ પરિણામ હળવદના કેન્દ્રનું 90.41% અને લીમખેડાના કેન્દ્રનું સૌથી ઓછું 22.00% આવ્યું છે.
મહત્ત્વનું છે કે, આજે જાહેર કરાયેલાં ધોરણ 12 સાયન્સના પરિણામમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓની સૌથી વધુ 67.18% અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની ટકાવારી 65.32% જોવા મળી છે.
ગુજરાત બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં ધોરણ 12 સાયન્સની 140 કેન્દ્રો પર પરીક્ષા લેવાઇ હતી. જેમાં 1,26624 વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી 1,25,563 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતાં. તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં 72, 166 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ 65.58 ટકા આવ્યું છે.
