Ration Card eKYC Online: આ બે એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા રાશન કાર્ડનું E-KYC કરો, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

ઑનલાઈન E-KYC માટે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈશે, કારણ કે તેના પર OTP આવ્યા બાદ આગળની પ્રોસેસ થઈ શકશે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 29 Nov 2024 11:35 PM (IST)Updated: Fri 29 Nov 2024 11:35 PM (IST)
follow-these-process-step-by-step-for-ration-card-ekyc-online-437177
HIGHLIGHTS
  • રાશન કાર્ડના E-KYC માટેની લાંબી લાઈનોની ઝંઝટ છોડો

Ration Card eKYC Online: ભારત જેવા વિશાળ દેશમાં આજે પણ કરોડો લોકો એવા છે, જેમને બે ટંક પુરતુ ખાવાનું પણ નથી મળતુ. આવા લોકોને રાશન કાર્ડ દ્વારા સરકાર નજીવા દરે અનાજ આપે છે. અત્યારે ગુજરાતમાં ઠેર-ઠેર રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ E-KYC કરાવવા માટે લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો આ સમગ્ર પ્રક્રિયા તમે ઘરે બેઠા-બેઠા પણ કરી શકો છો.

હાં તમે સાચુ સાંભળ્યુ E-KYC માટે તમારે સરકારી કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. જો તમારા આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હશે, તો તમે ઘરે બેઠા-બેઠા તમારા મોબાઈલ દ્વારા E-KYC કરી શકો છો. આ માટે આધાર કાર્ડ અને મોબાઈલ લિંક હોય તે જરૂરી છે, કારણ કે સમગ્ર પ્રોસેસ દરમિયાન OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર જ આવશે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણી લઈએ…

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ઘરના તમામ સભ્યોના આધાર કાર્ડ
  • રાશન કાર્ડ સાથે લિન્ક મોબાઈલ નંબર
  • રાશનની દુકાનનો ક્રમ
  • રહેઠાણનો પુરાવો

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ફૉલો કરો (Ration Card eKYC Online)

  • સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને માય રાશન એપ (My Ration App) અને ફેસ રીડર એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • જે વ્યક્તિના નામનું રાશન કાર્ડ હોય, તેનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નાંખતા આવેલ OTP એડ કરીને વેરિફાઈ કરો
  • હવે પ્રોફાઈલમાં જઈ પાસવર્ડ સેટ કરીને રાશન કાર્ડ સાથે લિન્ક કરો
  • જે બાદ હોમ પર પર જશો, ત્યારે તમને Aadhaar eKYC નો ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો
  • નવી વિન્ડો ખુલશે, જેમાં આધાર ફેસ રીડરની લિંક આપેલી હશે. જેના પર ક્લિક કરતા ચેક બોક્સ ખુલશે, જેમાં કાર્ડની વિગતો મેળવવાની રહેશે
  • હવે નવી વિન્ડો ઑપન થાય તેની નીચે કૉડ આપેલો હશે. જે બાજુમાં રહેલા ખાનામાં નાંખવાનો રહેશે. હવે તમે જે રાશન કાર્ડ લિંક કર્યું છે, તેનો નંબર તેમજ કાર્ડના સભ્યોની વિગત જોવા મળશે.
  • હવે નવી એક નાની વિન્ડો ખુલશે, જેમાં કાર્ડના સભ્યોના નામ તેમજ તેની સામે eKYC થયું છે કે તેની વિગતો દેખાશે
  • અહીં આપેલા જે નામ સામે NO દેખાતું હોય, તેને eKYC સિલેક્ટ કરો. જેનાથી એક નવી વિન્ડો ઑપન થશે.
  • હવે ચેકબોક્સ પર ક્લિક કરીને OTP જનરેટ કર્યા બાદ વેરિફાઈ કરી દો.
  • જે બાદ આધાર ફેસ રીડર એપ ખુલી જશે. જેમાં જે વ્યક્તિનું વેરીફાઈ કરવાનું હશે, તેની સેલ્ફી લેવી પડશે. આ સમયે તમારે તમારી આંખો બ્લિંક કરવાની રહેશે.
  • ફોટો ક્લિક થયા પછી ગ્રીન રાઉન્ડ થશે, જે વ્યક્તિનું eKYC કર્યું હશે, તેની વિગતો આવી જશે.
  • હવે ચેક બોક્સ પર ક્લિક કરીને સબમીટ કરી દો, જેથી સક્સેલફૂલનો મેસેજ મળશે.
  • લો તમારું રાશન કાર્ડનું eKYC થઈ ગયું.