ક્રાઈટચર્ચમાં ટોમ લેથમે રચ્યો ઈતિહાસ, પહેલા વિલિયમસનનો રેકોર્ડ તોડ્યો પછી વિરાટને છોડ્યો પાછળ

ભારત સામેની બીજી ટેસ્ટમાં ટોમ લેથમે કેન વિલિયમસન અને વિરાટ કોહલીના રેકોર્ડ તોડીને ઇતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડનો સૌથી વધુ રન બનાવનાર અને કેપ્ટન તરીકે કોહલીને પાછળ છોડનાર બેટ્સમેન બન્યો છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 10:14 AM (IST)Updated: Fri, 27 Nov 2026 10:14 AM (IST)
tom-latham-has-become-the-highest-run-scorer-for-new-zealand-in-the-world-test-championship

IND Vs NZ 2nd Test: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ક્રાઈટચર્ચના હેગલે ઓવલ મેદાનમાં રમાઈ રહી છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં યજમાન ટીમે 4 વિકેટ ગુમાવીને 184 રન બનાવી લીધા છે. ભારતે ટી બ્રેક પહેલા સતત ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ લઈને શાનદાર વાપસી કરી હતી. તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ ઓપનર ટોમ લેથમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

ટોમ લેથમે વિલિયમસનને પાછળ છોડ્યો

આ મેચમાં ઓપનર ટોપ લેથમે પોતાના જ દેશના ખેલાડી કેન વિલિયમસનને પાછળ છોડી દીધો છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ વતી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. હવે લેથમ આ ટૂર્નામેન્ટનો ન્યૂઝીલેન્ડનો સૌથી સફળ બેટ્સમેન બની ગયો છે. 

આ ઉપરાંત લેથમ ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બ્રેન્ડન મેકુલમથી આગળ નિકળી ગયો છે. મેકુલમે 6453 રન બનાવ્યા હતા જ્યારે લેથમ અત્યાર સુધીમાં 6509 રન બનાવી ચૂક્યો છે.

લેથમને વિલિયમસનો રેકોર્ડ તોડવા માટે 47 રનની જરુર હતી

લેથમને વિલિયમસનો રેકોર્ડ તોડવા માટે 47 રનની જરુર હતી. તમને જણાવી દઈએ કે વિલિયમસને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં 3025 બનાવ્યા હતા. આજે લેથમે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે લેથમ 47 ટેસ્ટ મેચમાં 86 ઈનિંગમાં
3029 રન બનાવીને ટોપ પર પહોંચી ગયો છે. તો બીજી તરફ વિલિયમસને 32 ટેસ્ટમાં 3,025 રન બનાવ્યા હતા.

WTCના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડ માટે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન

  • ટોમ લેથમ - 3038 રન
  • કેન વિલિયમસન - 3025 રન
  • ડેરિલ મિશેલ - 2184* રન
  • ડેવોન કોનવે - 2166 રન
  • ટોમ બ્લન્ડેલ - 1885* રન

વિરાટ કોહલીને પણ પાછળ છોડ્યો

આ મેચમાં માત્ર કેન વિલિયમસનનો જ રેકોર્ડ નથી તૂટ્યો પરંતુ લેથમે વિરાટને પણ પાછળ છોડી દીધો છે. આ કારનામું તેમણે બેટિંગની સાથે સાથે કેપ્ટન્સીમાં કર્યું છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં કેપ્ટન્સી કરતા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલીને પાછળ છોડીને આગળ નિકળી ગયો છે. તમને જણાવી દઈએ કે, લેથમે કેપ્ટન તરીકે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 22 ટેસ્ટ મેચની 40 ઈનિંગમાં 1388 રન બનાવ્યા છે. જ્યારે વિરાટે 1349 રન કેપ્ટન તરીકે બનાવ્યા હતા.