સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટે રચ્યો ઈતિહાસ, 11 મા નંબરે રમી ટી20 ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી ઈનિંગ

જયદેવ ઉનડકટે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં T20 ક્રિકેટના ઇતિહાસમાં 11મા નંબરે બેટિંગ કરતા 40 રન બનાવી નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. જોકે, તેની ટીમ સૌરાષ્ટ્રને તમિલનાડુ સામે હારનો સામનો કરવો પડ્યો, તેમ છતાં તેણે 10મી વિકેટ માટે 62 રનની ભાગીદારી પણ નોંધાવી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Fri, 27 Nov 2026 08:50 AM (IST)Updated: Fri, 27 Nov 2026 08:50 AM (IST)
jaydev-unadkat-recorded-the-highest-score-by-a-batter-at-number-11-in-t20s
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026

Syed Mushtaq Ali Trophy: ભારતીય ક્રિકેટ જગતની સૌથી મોટી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અનેક ખેલાડીઓ ધૂમ મચાવી રહ્યા છે. હવે ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના એક ખેલાડીએ કિર્તીમાન રચી દીધો છે. હકિકતમાં સૌરાષ્ટ્ર અને તમિલનાડુ લચ્ચે રમાયેલી મેચમાં ટી20 ઈતિહાસનો એક સૌથી મોટો રેકોર્ડ તૂટી ગયો.

જયદેવ ઉનડકટે રચ્યો ઈતિહાસ

ઈન્દોરના વોલ્કર સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે 11 મા નંબર બેટિંગ કરી હતી. આ દરમિયાન તેમણે 40 રન બનાવીને ટી20 ઈતિહાસમાં આ નંબરે બેટિંગ કરતા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવી લીધો છે.

11 મા નંબરે બેટિંગ કરતા સૌથી મોટા સ્કોર

  1. જયદેવ ઉનડકટ- 40 રન
  2. ડેની બ્રિગ્સ- 35 રન
  3. ડોમિનિક ડ્રેક્સ- 34 રન
  4. ખાલિદ અહમદી- 31* રન
  5. મુજીબ ઉર રહમાન- 27 રન

સૌરાષ્ટ્રની કેપ્ટન્સી કરી રહ્યો છે જયદેવ

તમને જણાવી દઈએ કે જયદેવ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2026 માં સૌરાષ્ટ્રની કેપ્ટન્સી કરી રહ્યો છે. તેમણે 11 નંબરે બેટિંગ કરતા 40 રનની ઈનિંગ રમી જે આ પોઝિશન પર બેટિંગ કરતા કોઈ પણ બેટ્સમેન દ્વારા બનાવામાં આવેલ સૌથી મોટો રેકોર્ડ છે. જયદેવ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ડૈની બ્રિગ્સના નામે હતો. બ્રિગ્સે વર્ષ 2020 મા બિગ બૈસ લીગમાં એડીલેડ સ્ટ્રાઈકર્સ વતી રમતા 35 રન બનાવ્યા હતા, જે રેકોર્ડને 6 વર્ષ પછી ઉનડકટે તોડી નાખ્યો.

સૌરાષ્ટ્રને હારનો સામનો કરવો પડ્યો

હવે આપણે મેચની વાત કરીએ તો ભલે જયદેવે વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો પરંતુ તે પોતાની ટીમ સૌરાષ્ટ્રને હારમાથી બચાવી શક્યો નહીં. તમિલનાડુએ પહેલા બેટિંગ કરતા 192 રન બનાવ્યા હતા જેના જવાબમાં બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમની શરુઆત ખરાબ રહી હતી. સૌરાષ્ટ્રને 93 રનના સ્કોર પર જ 9 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કેપ્ટન જયદેવ ઉનડકટ બેટિંગ કરવા આવ્યો હતો. જયદેવે 11 નંબર પર બેટિંગ કરતા 40 રનની પારી રમી હતી. તેણે ચેતન સાકરિયા સાથે 10 મી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી, જે પણ એક સંયુક્ત પણે રેકોર્ડ છે. દસમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી ટી20માં પનામાના ખેંગર અહીર અને નિકુંજ અહીરના નામે હતી જેમણે વર્ષ 2021 માં આર્જેંટિના સામે નોટ આઉટ 62 રન બનાવ્યા હતા.

તો બીજી તરફ જયદેવે 11 નંબરે બેટિંગ કરતી વખતે ટી20 મુનાફ પટેલનો રેકોર્ડ તોડી નાખ્યો. મુનાફે આઈપીએલ 2009 મા રાજસ્થાન તરફથી રમતા 23 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં સૌરાષ્ટ્રને 38 રને હારનો સામનો કરવો પડ્યો હતો.