IND vs NZ Test Match:શાનદાર દેખાવ વચ્ચે હવે બીજી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયામાં ફેરફાર થશે કે નહીં તે અંગે શુભમન ગિલે આપી પ્રતિક્રિયા

ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ જોરદાર પર્ફોમન્સ કરવા છતાં આ મેચ ડ્રોમાં પરિણામી છે. કેપ્ટન શુભમન ગિલ આ મેચને લઈ એકંદરે એટલો ખુશ જણાતો ન હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 23 Nov 2026 12:59 PM (IST)Updated: Mon, 23 Nov 2026 12:59 PM (IST)
amidst-the-bowlers-brilliant-initial-performance-there-will-be-no-changes-to-team-india-for-the-second-test-match-shubman-gill

IND vs NZ Test Match:ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરોએ જોરદાર પર્ફોમન્સ કરવા છતાં આ મેચ ડ્રોમાં પરિણામી છે. કેપ્ટન શુભમન ગિલ આ મેચને લઈ એકંદરે એટલો ખુશ જણાતો ન હતો. આ મેચ બાદ શુભમન ગિલને બીજી મેચને લઈ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં તેણે ઈન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાનારી બીજી મેચમાં મેદાનની પીચ બોલરોને માટે વધારે અનુકૂળ હશે.

ટીમ ઈન્ડિયાનો શાનદાર દેખાવ રહ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ ગુમાવી 720 રનનો વિશાળ સ્કોર ખડકીને ઈનિંગ પૂરી કરી હતી. આ મેચમાં રાહુલે 136 રન અને ઋષભ પંતે 128 રનની શાનદાર ઈનિંગ રહ્યા હતા. જોકે કેપ્ટન ગિલ માત્ર બે રનથી પોતાની સદી ચુકી ગયા હતા. દેવદત્ત પડિક્કલ 80રન અને ધ્રુવ જુરેલે 78 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલે 85 રન બનાવ્યા હતા. ભારતીય બોલરોએ શાનદાર દેખાવ કરતાં ન્યૂઝીલેન્ડની ઈનિંગને ફકત 368 રન પર મર્યાદિત કરી હતી.

એક સમયે ન્યૂઝીલેન્ડ 70 રનમાં 5 વિકેટ ગુમાવેલી

આ મેચ અંગે કેપ્ટન ગિલે ટીમ ઈન્ડિયાના પર્ફોમન્સને શાનદાર ગણાવ્યું હતું. યજમાન ટીમને ઘરઆંગણે મોટો પડકાર આપ્યો હતો અને બોલરે પણ સારી બોલિંગ કરી હતી. જોકે પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ 70 રન પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પણ ત્યારબાદ બોલરો દબાણને જાળવી શક્યા ન હતા. છેવટે ન્યૂઝીલેન્ડ પાંચ વિકેટ ગુમાવીને 239 રન બનાવી આ મેચને ડ્રોમાં પરિણમી હતી.