પ્રથમ ટેસ્ટમાં ચોથા દિવસના અંતે મજબૂત સ્થિતિમાં ટીમ ઈન્ડિયા, ભારત પાસે હજુ પણ 200 રનથી વધુની લીડ

IND vs NZ Wellington Test Day 4: આજે બીજી ઈનિંગમાં ચોથા દિવસે ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા છે, આમ ન્યૂઝીલેન્ડ હજુ પણ ભારતીય ટીમથી 233 રન પાછળ છે.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Sun, 22 Nov 2026 11:56 AM (IST)Updated: Sun, 22 Nov 2026 11:56 AM (IST)
ind-vs-nz-new-zealand-scored-119-runs-for-the-loss-of-two-wickets-in-the-second-innings-of-the-first-test
ન્યૂઝીલેન્ડે પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગના બે વિકેટે 119 રન બનાવ્યા

IND vs NZ 1st Test Day 4: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનના બેસિન રિઝર્વ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટનો આજે ચોથો દિવસ છે. આ મેચમાં ભારતે પોતાના પકડ મજબૂત કરી લીધી છે. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ 368 રનના જવાબમાં ભારતે પ્રથમ ઈનિંગમાં 720 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જેથી ભારતને 352 રનની લીડ મળી હતી. આજે બીજી ઈનિંગમાં ચોથા દિવસે ન્યૂઝીલેન્ડે બે વિકેટ ગુમાવીને 119 રન બનાવ્યા છે, આમ ન્યૂઝીલેન્ડ હજુ પણ ભારતીય ટીમથી 233 રન પાછળ છે.

  • ચોથા દિવસે કુલ 86 ઓવરની રમત રમાઈ હતી, જેમાં કુલ 353 રન બન્યા અને 7 વિકેટ પડી
  • પ્રથમ સેશન - 27.5 ઓવરમાં 143 રન બન્યા - 2 વિકેટ પડી
  • બીજુ સેશન- 24.1 ઓવરમાં 124 રન બન્યા- 4 વિકેટ પડી
  • ત્રીજુ સેશન- 34 ઓવરમાં 86 રન બન્યા- 1 વિકેટ પડી

આજના દિવસનો સમય પુરો થયો ત્યારે ડીવોન કોન્વે 59 અને રચિન રવીન્દ્ર 27 રને નોટ આઉટ રહ્યા છે. આ પહેલા ટોમ લાથમ ઝીરો અને હેન્રી નિકોલસ 31 રન બનાવી આઉટ થયા હતા. આજે ભારતીય બોલર્સમાં બુમરાહ અને ક્રિષ્નાને એક એક વિકેટ મળી હતી. જ્યારે પહેલી પારીમાં કેએલ રાહુલ અને પંતની સદીની મદદથી ભારતે વિશાળ સ્કોર બનાવ્યો હતો.આ સાથે જયસ્વાલ, પડ્ડીકલ,ગિલ અને ધ્રુવ જુરેલે પણ અર્ધ સદી ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારતે બનાવ્યો વિશાળ સ્કોર

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડીયાએ 720 રન બનાવીને ઈનિંગ ડિક્લેર કરી હતી. આ દરમિયાન કેએલ રાહુલ અને ઋષભ પંતે સદી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ એક ઈનિંગમાં 700 થી વધુ રન બનાવીને અનેક કિર્તીમાન રચી દીધા.

કેએલ રાહુલે અને પંતની સદી

ભારતીય પારી વિશે વાત કરીએ તો કેએલ રાહુલે 136 અને પંતે 128 રનની ઈનિંગ રમી હતી. તો બીજી તરફ કેપ્ટન ગિલ 98 રને આઉટ થઈને સદી ચૂકી ગયો હતો. જ્યાકે જયસ્વાલ અને પડીક્કલે પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. તો છેલ્લે વિસ્ફોટક બેટિંગ કરતા ધ્રુવ જુરેલે 79 બોલમાં 7 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. જુરેલના આઉટ થયા બાદ ભારતે ઈનિંગ ડિક્લેર કરી દીધી હતી.