India vs Pakistan Playing 11: એશિયા કપ 2025 ની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે ઓમાનને 21 રનથી હરાવ્યું હતું. આ મેચને ભારતીય ટીમે એક અભ્યાસ મેચ તરીકે લીધી હતી અને પોતાની બેન્ચ સ્ટ્રેન્થને અજમાવી હતી. મેચમાં એવા ખેલાડીઓને તક આપી હતી જેઓ ટુર્નામેન્ટમાં પોતાને સાબિત કરી શક્યા ન હતા. હવે પાકિસ્તાન સામેની મેચમાં બે ફેરફારો સામે ભારતીય ટીમ પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરી શકે છે. જાણો કેવી હશે પ્લેઈંગ 11.
ભારતીય ટીમમાં 2 ફેરફારોની સંભાવના
આ પણ વાંચો
બેટિંગ લાઇનઅપ
અભિષેક શર્મા અને શુભમન ગિલ ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. શર્માએ ભારતને ઝડપી શરૂઆત અપાવી છે, જ્યારે ગિલ અત્યાર સુધી 3 મેચમાં માત્ર 35 રન બનાવીને ફ્લોપ રહ્યા છે. 3 નંબર પર કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને 4 નંબર પર તિલક વર્મા જોવા મળી શકે છે. ઓમાન સામે તિલકે કેટલાક સારા શોટ્સ ફટકાર્યા હતા અને પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં 31 રન બનાવ્યા હતા. પાંચમા નંબર પર સંજુ સેમસનને તક મળી શકે છે, જે ઓમાન સામે ફોર્મમાં જોવા મળ્યો હતો.
ઓલરાઉન્ડર્સ અને બોલર્સ
ટીમ ઇન્ડિયા ફરી એકવાર 3 ઓલરાઉન્ડરો - અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને એકસાથે મેદાનમાં ઉતરી શકે છે. જોકે ઓમાન સામેની મેચમાં અક્ષર પટેલ ઇજાગ્રસ્ત થયા હતા. તેમની સ્થિતિ અંગે અપડેટ આવવાની બાકી છે. જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી કે જેમને છેલ્લી મેચમાં આરામ આપવામાં આવ્યો હતો, પાકિસ્તાની સામેની મેચમાં તેમની વાપસી થઈ શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ 11
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
ભારતીય ટીમ એશિયા કપ 2025
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
