IND VS PAK: અમે તૈયાર છીએ… કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનને પડકાર ફેંક્યો! જાણો હાઈ વોલ્ટેજ મેચ પહેલા શું કહ્યું

પાકિસ્તાન સાથેની મેચ પહેલા જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પુછવામાં આવ્યું કે શું ટીમ આ ધમાકેદાર મેચ માટે તૈયાર છે? તો પાકિસ્તાનનું નામ લીધા વિના તેણે કહ્યું કે...

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 20 Sep 2025 09:32 AM (IST)Updated: Sat, 20 Sep 2025 10:16 AM (IST)
asia-cup-2025-india-vs-pakistan-suryakumar-yadav-statement

India vs Pakistan: એશિયા કપ 2025 માં પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં ઓમાનને હરાવ્યા બાદ હવે ભારતની આગામી મેચ કટ્ટર હરિફ પાકિસ્તાન સાથે છે. ભારતે ઓમાનને 21 રનથી હરાવીને સુપરમાં વિજયી પ્રવેશ કર્યો. મેચ બાદ સૂર્યકુમારે આગામી પાકિસ્તાન મેચને લઈને શું કહ્યું, જાણો

પાકિસ્તાનને હરાવવા તૈયાર છે ભારતીય ટીમ

પાકિસ્તાન સાથેની મેચ પહેલા જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને પુછવામાં આવ્યું કે શું ટીમ આ ધમાકેદાર મેચ માટે તૈયાર છે? તો પાકિસ્તાનનું નામ લીધા વિના તેણે કહ્યું કે ટીમ સુપર 4ની તમામ મેચો માટે તૈયાર છે. ટીમ તમામ વિરોધીઓનો સામનો કરવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 'નો હેન્ડશેક' મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો. ત્યારે ફરી એકવાર તમામ લોકોની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ તરફ છે કે શું સૂર્યકુમાર યાદવ પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવશે કે નહિ? જો કે મહત્વની વાત એ છે કે ઓમાન સામેની મેચ બાદ ભારતીય ખેલાડીઓએ ખૂબ મસ્તી કરી હતી. સૂર્યાએ ઓમાનના બેટ્સેમેનની પ્રશંસા કરી અને તેમને ગળે પણ લગાવ્યા.

આ પણ વાંચો:

ઓમાનના બેટ્સમેનોનું શાનદાર પ્રદર્શન

ભારત અને ઓમાન વચ્ચેની મેચની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાએ ઓમાનને 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. કેપ્ટન સૂર્યા બેટિંગ કરવા ઉતર્યો ન હતો. જોકે ઓમાનના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું અને એક સમયે ભારતીય બોલરો માટે મુશ્કેલીઓ ઉભી કરી દીધી હતી. મેચ 20મી ઓવર સુધી ચાલી ગઈ. ઓમાન 21 રનથી હારી ગયું હોવા છતાં તેમણે જુસ્સો બતાવ્યો.