No Handshake Controversy, Andy Pycroft: ભારત અને પાકિસ્તાન મેચ બાદ થયેલા નો હેન્ડશેક મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. એક નવો અહેવાલ સામે આવ્યો છે કે પાઈક્રોફ્ટ તરફથી કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન થયું નથી. તેમાં એ પણ સામે આવ્યું છે કે ટોસના માત્ર 4 મિનિટ પહેલા મેચ રેફરીને બીસીસીઆઈનો સંદેશ મળ્યો હતો.
ટોસના 4 મિનિટ પહેલા મળ્યો સંદેશ
આ પણ વાંચો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપની મેચ દરમિયાન થયેલા 'નો હેન્ડશેક' વિવાદમાં હવે એક મોટો ખુલાસો થયો છે. ESPN ક્રિકઇન્ફોના એક રિપોર્ટ મુજબ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને આ પ્રોટોકોલ વિશે ટોસના માત્ર ચાર મિનિટ પહેલા જ જાણ કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના વેન્યુ મેનેજરે પાયક્રોફ્ટને મેદાન પર જતા પહેલા જ આ સંદેશ આપ્યો હતો.
BCCI એ મોકલ્યો હતો પ્રોટોકોલનો સંદેશ
આ સંદેશ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી આવ્યો હતો, જેને ભારત સરકારની મંજૂરી મળેલી હતી. સંદેશમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા ટોસ પછી હાથ નહીં મિલાવશે. આટલી ટૂંકી સૂચના મળવાને કારણે પાયક્રોફ્ટ પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ને જાણ કરવાનો સમય નહોતો. તેથી તેમણે તાત્કાલિક નિર્ણય લેતા પાકિસ્તાની કેપ્ટન સલમાનને તરત જ આ વિશે જાણ કરી દીધી. જેથી તેમને મેદાન પર કોઈ શરમજનક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.
ટીમનો મીટિંગ વીડિયો શેર કરવા બદલ ચેતવણી
PCBએ દાવો કર્યો હતો કે પાયક્રોફ્ટે માફી માંગી હતી, પરંતુ પાછળથી સ્પષ્ટ થયું કે તેમણે માત્ર મેચ દરમિયાન ઉભી થયેલી ગેરસમજ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે કોઈ નિયમ ભંગનો સ્વીકાર કર્યો ન હતો.
આ ઉપરાંત આઈસીસીએ સોશિયલ મીડિયા પર ટીમના મીટિંગ વીડિયો શેર કરવા બદલ નિયમોના ઉલ્લંઘન માટે PCBને ચેતવણી પણ આપી છે અને પાકિસ્તાની ટીમ પર કાર્યવાહી કરવાનું પણ વિચારી રહી છે.
