IND vs OMA Asia Cup 2025: દુબઈ સ્ટેડિયમમાં આજે ભારત અને ઓમાન વચ્ચે 12મી મેચ રમાશે. આ મેચમાં ભારત એક મોટી સિદ્ધિ હાંસલ કરશે. ભારતીય ટીમની આ 250મી T20I મેચ હશે. આ મેચ સાથે ભારત બીજો એવો દેશ બનશે કે જેણે પાકિસ્તાન બાદ સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. પાકિસ્તાન 275 મેચ સાથે પહેલા નંબરે છે. તેની સાથે જ મહત્વની વાત એ છે કે હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતે સૌથી વધુ જીતનો રેકોર્ડ બનાવ્યો છે.
સૌથી વધુ T20I મેચ રમનાર દેશો
| દેશ | કુલ મેચ |
| પાકિસ્તાન | 275 |
| ભારત | 249 (આજની મેચ પહેલા) |
| ન્યૂઝીલેન્ડ | 235 |
| વેસ્ટ ઈન્ડિઝ | 228 |
| શ્રીલંકા | 212 |
| ઓસ્ટ્રેલિયા | 211 |
| ઈંગ્લેન્ડ | 210 |
| દક્ષિણ આફ્રિકા | 206 |
| બાંગ્લાદેશ | 200 |
ભારતનો હેડ ટુ હેડ રેકોર્ડ
વર્લ્ડ ક્રિકેટમાં એવી કોઈ પણ ટીમ નથી, જેણે હેડ ટુ હેડ મામલે ભારતને ટક્કર આપતાં સૌથી વધુ મેચ જીતી છે. ભારતના નામે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ છે. અફઘાનિસ્તાન અને આયરલેન્ડ જેવી ટીમો તો ભારત સામે એક પણ મેચ જીતી શકી નથી.
| દેશ | જીત | હાર |
| શ્રીલંકા | 22 | 9 |
| ઓસ્ટ્રેલિયા | 20 | 11 |
| વેસ્ટ ઈન્ડિઝ | 19 | 10 |
| દક્ષિણ આફ્રિકા | 18 | 12 |
| ઈંગ્લેન્ડ | 17 | 12 |
| બાંગ્લાદેશ | 16 | 1 |
| ન્યૂઝીલેન્ડ | 14 | 10 |
| પાકિસ્તાન | 11 | 3 |
| ઝિમ્બાબ્વે | 10 | 3 |
| આયર્લેન્ડ | 8 | 0 |
| અફઘાનિસ્તાન | 8 | 0 |
| યુએઈ | 2 | 0 |
| યુએસ | 1 | 0 |
| હોંગ કોંગ | 1 | 0 |
| નામિબિયા | 1 | 0 |
| નેપાળ | 1 | 0 |
| નેધરલેન્ડ્સ | 1 | 0 |
