જ્યાં Shreyas Iyer નિષ્ફળ ત્યાં Devdutt Padikkal ની શાનદાર વાપસી… ઓસ્ટ્રેલિયા સામે ફટકારી સદી

ભારત અને ઓસ્ટ્રેલિયાની એ ટીમોની વચ્ચે બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. સીરિઝની પહેલી ઈનિંગ્સમાં દેવદત્ત પડિક્કલે એક શાનદાર સદી ફટકારી હતી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 19 Sep 2025 12:02 PM (IST)Updated: Fri, 19 Sep 2025 12:04 PM (IST)
india-a-vs-australia-a-devdutt-padikkal-hits-hundred

Devdutt Padikkal Century: ભારત અને ઓસ્ટ્રેલિયાની એ ટીમોની વચ્ચે લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં બે મેચની અનઓફિશિયલ ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. સીરિઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 532 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પહેલી ઈનિંગ્સમાં દેવદત્ત પડિક્કલે એક શાનદાર સદી ફટકારી હતી. જ્યારે કેપ્તન શ્રેયસ અય્યર 8 રન બનાવીને આઉટ થયો હતો.

દેવદત્ત પડિક્કલની શાનદાર સદી

દેવદત્ત પડિક્કલે આ મેચમાં પહેલી ઈનિંગ્સમાં ચોથા નંબર પર રમવા માટે આવ્યો હતો. આ ઈનિંગ્સમાં તેણે યાદગાર સદી ફટકારી હતી. તેણે સદી બનાવવા માટે 198 બોલનો સામનો કર્યો અને સિર્ફ 9 ચોગ્ગા ફટકાર્યા. સદી સુધી પહોંચાડવા માટે તેણે 64 રન દોડીને બનાવ્યા.

આ દરમિયાન દેવદત્ત અને ધ્રુવ જુરેલ વચ્ચે એક સારી ભાગીદારી જોવા મળી. બંને ખેલાડીઓએ 200થી વધારે રન જોડ્યા. આ દરમિયાન ધ્રુવ જુરેલે પણ સદી ફટકારી. જો કે આ સદી દેવદત્ત પડિક્કલ માટે ખાસ હતી. આઈપીએલ 2025 દરમિયાન તેને હેસસ્ટ્રિંગની ઈજાનો સામનો કરવો પડ્યો અને આરસીબીની ટીમમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે દિલીપ ટ્રોફીમાં વાપસી કરી અને અડધી સદી ફટકારી.

ભારત માટે 2 ટેસ્ટ મેચ રમી

દેવદત્ત પડિક્કલે ગયા વર્ષે માર્ચમાં ભારત માટે પહેલી ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેને ઈંગ્લેન્ડની સામે રમવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ ભારતીય ટીમનો હિસ્સો બન્યો અને પર્થમાં બીજી ટેસ્ટ રમી. તે અત્યાર સુધી 3 ટેસ્ટ ઈનિંગ્સમાં 1 અડધી સદીના મદદથી 90 રન બનાવી ચુક્યા છે. હવે તેની નજર વેસ્ટ ઈન્ડિઝની સામે રમાનારી ટેસ્ટ મેચમાં પોતાની જગ્યા બનાવવા પર છે.