KL Rahul, IND A vs AUS A: લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઇન્ડિયા A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચેની બીજી અનઓફિશિયલ ટેસ્ટ મેચ રોમાંચક તબક્કામાં પહોંચી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીતવા માટે 412 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે, જેનો પીછો કરતાં ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી છે. પ્રથમ દાવમાં ભારતીય બેટ્સમેનોના ખરાબ પ્રદર્શન છતાં ટીમ ઇન્ડિયા આ રનચેઝમાં ટકી રહી છે.
કેએલ રાહુલે ફટકારી સદી
આ પણ વાંચો
આ વિશાળ લક્ષ્યનો પીછો કરતાં કેએલ રાહુલે એક છેડે મક્કમતાથી બેટિંગ કરતાં પોતાની સદી પૂરી કરી લીધી છે. તેમને સાથ આપતાં યુવા બેટ્સમેન સાઈ સુદર્શન પણ 98 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. મેચના ચોથા દિવસે લંચ બ્રેક સુધીમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી છે અને જીતવા માટે હજુ 151 રનની જરૂર છે.
મેચની અત્યાર સુધીની સ્થિતિ
ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ભારતનો નિર્ણય ભારે પડ્યો, કારણ કે ઓસ્ટ્રેલિયા A એ પ્રથમ દાવમાં 420 રનનો મોટો સ્કોર બનાવ્યો. જવાબમાં ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં માત્ર 194 રનમાં જ સમેટાઈ ગઈ. ઓસ્ટ્રેલિયાએ તેનો બીજો દાવ 3 વિકેટે 261 રન પર ડિક્લેર કરીને ભારતને જીતવા માટે 412 રનનો પડકારજનક લક્ષ્યાંક આપ્યો.
ઓસ્ટ્રેલિયાને આશા હતી કે તેઓ ભારતને બીજા દાવમાં પણ જલ્દી આઉટ કરી દેશે, પરંતુ કેએલ રાહુલ અને સાઈ સુદર્શને મજબૂત ભાગીદારી કરીને તેમની યોજના પર પાણી ફેરવી દીધું. જો કેએલ રાહુલ અને સાઈ સુદર્શન વધુ એક સેશન સુધી ક્રિઝ પર ટકી રહેશે તો તેઓ ભારતને મેચ જીતાડી શકે છે.
કેએલ રાહુલ અને સાઈ સુદર્શનનું આ ફોર્મ આગામી વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંને ખેલાડીઓ 2 ઓક્ટોબરથી શરૂ થનારી ભારત vs વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ શ્રેણી માટેની ટીમનો ભાગ છે.
