India (IND) vs Oman (OMA) Asia Cup 2025 Match Preview: પહેલા નબળી ગણાતી યુએઈ અને પછી કટ્ટર હરીફ પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારત એશિયા કપના સુપર 4માં પહેલાથી તેની જગ્યા બનાવી ચુકી છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ આજે અબુ ધાબીમાં તેની અંતિમ ગ્રુપ લીગની મેચમાં ઓમાન સામે ટકરાશે. એક પ્રકારે જોઈએ તો આ મેચ ભારતીય ટીમ માટે સુપર 4 રાઉન્ડ માટે એક પ્રકારે પ્રેક્ટિસ મેચ બની રહેશે, કારણ કે ટીમે આગામી 8 દિવસમાં 4 મહત્વપૂર્ણ મેચો રમવાની છે.
બેટ્સમેનોને પ્રેક્ટિસનો મોકો
રવિવારે ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાન સાથે ટકરાશે, જેણે બુધવારે UAEને હરાવીને સુપર 4માં પોતાની જગ્યા બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સાથેની ટક્કર પહેલા ઓમાન સામેની મેચમાં ભારતીય ટીમ પોતાના બેટ્સમેનોને બેટિંગનો પૂરો મોકો આપવા માંગશે, પરંતુ આ માટે કપ્તાન સૂર્યને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેવો પડશે.
ભારત પાસે અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શિવમ દુબે અને અક્ષર પટેલ જેવી લાંબી અને મજબૂત બેટિંગ લાઇન અપ છે.
ઓમાનની નબળી બેટિંગ
આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન અને UAE સામે રમાયેલી મેચોમાંઓમાનના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. ઓમાનનો કોઈ પણ બેટ્સમેન 30 રનનો આંકડો પણ પાર કરી શક્યો નથી. પાકિસ્તાન સામે હમ્માદ મિર્ઝાએ બનાવેલા 27 રન અને UAE સામે આર્યન બિષ્ટે નોંધાવેલા 24 રન એશિયા કપમાં ઓમાન તરફથી બે સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં પણ વરુણ ચક્રવર્તી, કુલદીપ Yadav અને અક્ષર પટેલ જેવા સ્પિનરોનો સામનો કરવો ઓમાનના બેટ્સમેનો માટે સરળ નહીં હોય.
શું બુમરાહને આરામ મળશે?
ઇંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં માત્ર ત્રણ મેચ રમનાર જસપ્રીત બુમરાહને આ મેચમાં આરામ આપવામાં આવી શકે છે. જોકે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર વધુ પ્રયોગો કરવામાં માનતા નથી. તેથી જો ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો શક્ય છે કે બુમરાહની જગ્યાએ અર્શદીપ સિંહને તક મળે.
આ પણ વાંચો:
Team India Playing 11 Asia Cup 2025
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, સંજુ સેમસન, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, રિંકુ સિંહ
Team OMAN Playing 11 Asia Cup 2025
જતિન્દર સિંહ (કપ્તાન), હમ્માદ મિર્ઝા, વિનાયક શુક્લા, સુફિયાન યુસુફ, આશિષ ઓડેડેરા, આમિર કલીમ, મોહમ્મદ નદીમ, સુફિયાન મહમૂદ, આર્યન બિષ્ટ, કરુણ સોનાવલે, જિક્રિયા ઇસ્લામ, હસનૈન અલી શાહ, ફૈસલ શાહ, મોહમ્મદ ઇમરાન, નદીમ ખાન, શકીલ અહમદ, સમય શ્રીવાસ્તવ
