Andy Pycroft Apologizes Video: દુબઈમાં 17 સપ્ટેમ્બરે પાકિસ્તાને યુએઈને 41 રનથી હરાવીને સુપર 4 માં જગ્યા મેળવી લીધી છે. આ મેચમાં પાકિસ્તાનની જીત બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રેફરી એન્ડી પાઈક્રૉફ્ટે નજરે પડી રહ્યા છે. જો કે આ વીડિયોને લઈને ચાહકો પાકિસ્તાનની મજાક ઉડાવી રહ્યા છે. કારણ કે આ વીડિયો મ્યુટ છે એટલે કે ઓડિયો નથી.
પીસીસીએ શેર કર્યો એન્ડી પાઈક્રૉફ્ટનો વીડિયો
આ પણ વાંચો
પીસીબીએ એક વીડિયો લીક કરીને એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે થયેલા વિવાદને લઈને એન્ડી પાઈક્રૉફ્ટે માફી માંગી રહ્યા છે. પીસીબીએ આગળ કહ્યું કે રેફરી એન્ડી પાઈક્રૉફ્ટની હરકતો પર કડી પ્રતિક્રિયા વ્યક્ત કરાઈ. 14 સપ્ટેમ્બરના રોજ બનેલી ઘટનાને રેફરીએ ગેરસમજનું પરિણામ કહેતા માંફી માંગી છે. આઈસીસીએ પણ મેચ દરમિયાન બનેલી ઘટનાને લઈને ઉલ્લંઘનની તપાસ કરવાની વાત કરી છે.
? Video clip of match referee Andy Pycroft apologising to Pakistan’s manager and captain. pic.twitter.com/VnBKM6ePBa
— Ihtisham Ul Haq (@iihtishamm) September 17, 2025
ભારતીય મીડિયાનો વીડિયો પર દાવો
ભારતીય મીડિયાના અહેવાલોની વાત કરીએ તો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર હાથ ન મિલાવવાને લઈને થયેલા વિવાદ બાદ રેફરી એન્ડી પાઈક્રૉફ્ટે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા અને ટીમ મેનેજર સાથે મુલાકાતનો પ્રસ્તાવ મુક્યો હતો. આ બેઠક દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં પાઈક્રોફ્ટના રુમમાં થઈ હતી. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં કોચ માઈક હેસન પણ હાજર હતા. જ્યાં રેફરીએ થયેલી સંભવિત ગેરસમજને લઈને વાત કરી હતી. સૂત્રો અનુસાર માફીની કોઈ વાત થઈ નથી.
આ પણ વાંચો:
Usman Wahla: 'નો હેન્ડશેક' વિવાદનું અસલી કારણ આવ્યું સામે… PCBના જ એક અધિકારીની ભૂલ નીકળતાં સસ્પેન્ડ
શું છે 'હેન્ડશેક વિવાદ'?
આ વિવાદની શરૂઆત ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન થઈ હતી. PCBનો દાવો છે કે ટોસ અને મેચના અંતે ભારતીય ખેલાડીઓએ પરંપરા મુજબ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. વિરોધ સ્વરૂપે પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં સામેલ થયા ન હતો.
