IND vs WI: ભારત સામેની ટેસ્ટ સીરિઝ માટે વેસ્ટ ઈન્ડીઝે જાહેર કરી ટીમ, પૂર્વ કેપ્ટન બહાર, 33 વર્ષના ઓલરાઉન્ડરની એન્ટ્રી

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2થી 6 ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 10થી 14 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ખાતે ટેસ્ટ મેચ રમાશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Wed, 17 Sep 2025 10:24 AM (IST)Updated: Wed, 17 Sep 2025 10:46 AM (IST)
ind-vs-wi-west-indies-names-15-member-squad-for-india-test-series-roston-chase-to-captain

India vs West Indies Test Series 2025: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે આગામી ઓક્ટોબરથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 2થી 6 ઓક્ટોબર સુધી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને 10થી 14 ઓક્ટોબર સુધી નવી દિલ્હી ખાતે ટેસ્ટ મેચ રમાશે. આ મેચને લઈને વેસ્ટ ઈન્ડિઝ તેની 15 સભ્યોની ટીમ જાહેર કરી દીધી છે. ચાલો જાણીએ કોને મળ્યું સ્થાન…

વેસ્ટ ઈન્ડીઝની ટીમમાં કોને મળ્યું સ્થાન

આ સીરિઝ સાથે વેસ્ટ ઈન્ડીઝ ભારત સામે ટેસ્ટ ચેમ્પિયનશીપ 2025-27 ની શરૂઆત કરશે. વેસ્ટ ઈન્ડીઝની કપ્તાની રોસ્ટન ચેજના હાથોમાં છે. ઉપકેપ્ટન તરીકે જોમેલ વારિકન છે. પૂર્વ કેપ્ટન ક્રૈગ બ્રેથવેટને આ સિરીઝમાં સ્થાન મળ્યું નથી. તેણે ઓસ્ટ્રેલિયાની સામે ઘરઆંગણે 3 મેચની સીરિઝમાં ખરાબ પ્રદર્શનને કારણે ટીમની બહાર કરી દેવામાં આવ્યો છે.

જ્યારે તેગનારાયણ ચંદ્રપૉલ અને એલિક અથાનાજે ટીમમાં જગ્યા બનાવી લીધી છે. પસંદગીકારોએ પહેલીવાર 33 વર્ષના ઓલરાઉન્ડર ખેરી પિયરેને ટેસ્ટમાં સામેલ કર્યો છે. પિયરે વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયનશિપમાં 13.56ની સરેરાશથી 41 વિકેટ ઝડપી હતી.

ભારત સામેની ટેસ્ટ સીરિઝ માટે વેસ્ટ ઈન્ડીઝની ટીમ

રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વોરિકન (ઉપ કેપ્ટન), કેવલોન એન્ડરસન, એલિક અથાનાઝે, જોન કેમ્પબેલ, તેગનારાયણ ચંદ્રપોલ, જસ્ટિન ગ્રીવ્સ, શાઈ હોપ (વિકેટકીપર), તેવિન ઈમલાચ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, ખારી પિયરે, જેડન સીલ્સ.

આ પણ વાંચો