Asia Cup 2025: એશિયા કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાને લઈને વિવાદ ઉભો થઈ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મામલે વિરોધ દર્શાવતા મેચ રેફરીને જવાબદાર ઠેરવતાં તેને બાકીની મેચમાંથી બહાર કરવાની માંગ કરી હતી. જો કે હવે આઈસીસીએ તપાસ બાદ આ માંગને ફગાવી દીધી છે.
ICCએ PCBની માંગને ફગાવી દીધી
આ પણ વાંચો
આઈસીસીના એક સૂત્રએ ન્યુઝ એજન્સી પીટીઆઈએ જાણકારી આપી છે કે આઈસીસીએ પીસીબીની માંગને ફગાવી દીધી છે. આઈસીસીએ તેના નિર્ણયની જાણકારી પીસીબીને પણ આપી દીધી છે. આઈસીસીના આ નિર્ણય બાદ હવે પાકિસ્તાન શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે. જો કે આ મામલે ACC કોઈ વચ્ચેનો રસ્તો કાઢી શકે છે અને મેચ રેફરીને માત્ર પાકિસ્તાન સામેની મેચોમાંથી હટાવવાનો નિર્ણય લઈ શકે છે.
પાકિસ્તાન મેચ રમશે કે નહિ?
પીસીબીએ ક્રિકેટની ભાવના અને આઈસીસી આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને ACC ને ફરિયાદ કરી હતી અને આ મામલે ICCની દખલગીરીની માંગ કરી હતી. ફરિયાદમાં કહ્યું હતું કે જો મેચ રેફરી એન્ડી પાઈક્રૉફ્ટને હટાવવામાં નહિ આવે તો તેઓ આગામી મેચ કે જે કાલે યુએઈ સામે છે તે નહિ રમે. હવે પાકિસ્તાન આવતીકાલે મેચ રમવાનો નિર્ણય લે છે કે નહિ, તે જોવાનું રહેશે.
