IND vs PAK Asia Cup 2025 Live Streaming: એશિયા કપ 2025માં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવા જઈ રહી છે. આ પહેલા જ્યારે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હાર આપી હતી. હવે સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાનની ટીમ હારનો બદલો લેવા માંગશે, જ્યારે ભારતીય ટીમ વધુ એક જીત નોંધાવીને પોતાની વિજયયાત્રા ચાલુ રાખવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
ભારત અને પાકિસ્તાન આમને-સામને
આ પણ વાંચો
અગાઉની મેચમાં ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યા ન હતા. જેને લઈને ઘણો વિવાદ થયો હતો અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ પણ કરી હતી. જોકે આઈસીસીએ પીસીબીની આ માંગને ફગાવી દીધી હતી. આ ઘટનાના 6 દિવસ બાદ ફરી બંને ટીમો એકબીજા સાથે ટકરાશે.
ચાલો જાણીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે લાઈવ જોઈ શકાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મેચ ક્યારે રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે 21 સપ્ટેમ્બરના રોજ રમાશે.
મેચ કેટલા વાગે શરૂ થશે?
આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. મેચનો ટૉસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7:30 વાગ્યે થશે.
મેચને ટીવી પર લાઈવ ક્યાં જોઈ શકાશે?
ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર લાઈવ જોઈ શકાશે.
મેચને મોબાઈલ પર લાઈવ ક્યાં જોઈ શકાશે?
આ મેચનું મોબાઈલ પર સોની લિવ એપ (Sony Liv App) પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
Team India Asia Cup 2025
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.
Team Pakistan Asia Cup 2025
સલમાન આગા (કેપ્ટન), અબરાર અહમદ, ફહીમ અશરફ, ફખર ઝમાન, હારિસ રઉફ, હસન અલી, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, શાહીન આફ્રિદી, સુફિયાન મુકીમ, મોહમ્મદ વસીમ જુનિયર, હસન નવાઝ, સલમાન મિર્ઝા.
