IND vs PAK Asia Cup 2025 Final, Mohsin Naqvi: એશિયા કપમાં ભારત સામે સતત ત્રીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસિન નકવીને ઇન્ટરનેટ મીડિયા પર ભારે ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું, અને ત્યારથી નકવી પોતાના જ દેશના લોકોના નિશાના પર છે. ઘણા લોકોએ તેમના રાજીનામાની પણ માંગ કરી છે.
પાકિસ્તાન ક્રિકેટને તબાહ કરી દીધું
આ પણ વાંચો
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના વરિષ્ઠ નેતા મુનિસ ઈલાહીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેમણે મોહસિન નકવી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ, જેમણે આટલા ઓછા સમયમાં પાકિસ્તાન ક્રિકેટને તબાહ કરી દીધું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ બેશરમ વ્યક્તિને કોઈ અફસોસ નથી, પરંતુ જેમણે તેને આ પદ પર બેસાડ્યો છે, તેમણે વિચારવું જોઈએ. તેને તાત્કાલિક હટાવી દેવો જોઈએ.
પૂર્વ સિંધ ગવર્નર મોહમ્મદ ઝુબૈરે પણ નકવી પર આરોપ લગાવતા કહ્યું કે નકવીએ પાકિસ્તાનના ટોચના ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા, જેના કારણે ટીમને ભારત સામે સતત ત્રણ હારનો સામનો કરવો પડ્યો. ભારતીય કેપ્ટને નકવી સાથે હાથ મિલાવવાનો કે ટ્રોફી લેવાનો ઇનકાર કર્યો હોય, તેનો એકમાત્ર જવાબ એ છે કે મેદાનમાં ભારતને હરાવીને તેમનું મોં બંધ કરવામાં આવે.
ટ્રોફી વિવાદે આગમાં ઘી હોમ્યું
મોહસિન નકવીની આલોચનાનું એક મોટું કારણ ટ્રોફી વિવાદ પણ છે. પહેલગામ હુમલાને કારણે ભારતીય ટીમે એશિયા કપમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા અને ફાઈનલ જીત્યા બાદ PCB ચેરમેન નકવી પાસેથી ટ્રોફી લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
નકવી લાંબા સમય સુધી સ્ટેજ પર ઉભા રહ્યા, પરંતુ ટીમ ઈન્ડિયા ટ્રોફી લેવા માટે પહોંચી નહીં. આ પછી નકવીએ કથિત રીતે વિજેતા ટ્રોફી પોતાની સાથે લઈ ગયા, જેના કારણે ટીમ ઈન્ડિયાને વિજેતા ટ્રોફી મળી શકી નહીં. આ ઘટનાને કારણે પણ નકવી ક્રિકેટ જગતમાં લોકોના નિશાના પર આવી ગયા છે.
આ પણ વાંચો:
IND vs PAK: ફક્ત ચેમ્પિયન જ યાદ રહેશે… સૂર્યકુમાર યાદવે ટ્રૉફીની ઈમોજી સાથેની ઉજવણીની તસવીરો શેર કરી
